Apple MacBook : MacBook Air M4 હજુ પણ સામાન્ય ગ્રાહક (ખાસ કરીને વિદ્યાર્થીઓ) માટે પસંદગીનું લેપટોપ છે. એપલની મેકબુક એરની નજીક કોઈ પણ નથી. જોકે 99,900 રૂપિયા (અમેરિકામાં 999 ડોલર)થી શરૂ થતું આ ડિવાઇસ બિલકુલ સસ્તું નથી અને તેથી તેની કિંમત ઘણા ખરીદદારોને તેનાથી દૂર રાખે છે.
DigiTimes એ સપ્લાય ચેઇનના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે એફોર્ડેબલ મેકબુકની પ્રારંભિક કિંમત 699 ડોલર (આશરે 61,113 રુપિયા) અથવા એજ્યુકેશન ડિસ્કાઉન્ટ સાથે 599 ડોલર (52,370 રુપિયા) હશે. જો આ વાત સાચી હોય તો આ પહેલીવાર હશે જ્યારે કંપની 999 ડોલરથી પણ ઓછી કિંમતમાં મેકબુક આપશે.
પ્રોડક્શનનો પ્રારંભિક તબક્કો આવતા મહિને શરૂ થવાના અહેવાલ છે અને વર્ષના અંત સુધીમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. આ પહેલીવાર નથી જ્યારે આપણે સાંભળ્યું છે કે એપલ ઓછી કિંમતની મેકબુક પર કામ કરી રહ્યું છે.
એપલના વિશ્લેષક મિંગ-ચી કુઓએ અગાઉ દાવો કર્યો હતો કે ક્યુપર્ટિનો ખાસ કરીને વિકાસશીલ બજારો માટે ડિઝાઇન કરવામાં આવેલ બજેટ મેકબુક વિકસિત કરી રહ્યું છે.
આ પણ વાંચો – 6000mAh બેટરી અને 50MP રિયર કેમેરાવાળા સસ્તા સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, ઓછી કિંમતમાં દમદાર ફિચર્સ
MacBook ની શરૂઆતી કિંમત
આ એન્ટ્રી લેવલ નોટબુકમાં 12.9 ઇંચની સ્ક્રીન હશે, જે 13.6 ઇંચના મેકબુક એર કરતા થોડી નાની હશે. ખાસ વાત એ છે કે આ લેપટોપમાં એમ-સિરીઝ ચિપનો ઉપયોગ નહીં થાય, પરંતુ તે A18 Proથી સજ્જ હશે. એપલ ઇન્ટેલિજન્સને પણ સપોર્ટ કરશે, પરંતુ તે ચોક્કસપણે એમ4 મેકબુક એર કરતા ધીમું હશે.
MacBook નો કલર
આ 599 ડોલર વાળું મેકબુક બ્લૂ, પિંક, સિલ્વર અને યલો કલરમાં મળશે.
એપલને ઓછી કિંમતના મેકબુકની શા માટે જરૂર છે?
ઘણા વર્ષોથી ઓછી કિંમતની મેકબુકની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એપલ ક્યારેય તેને માર્કેટમાં ઉતાર્યું નથી, કદાચ તે એવી ચિંતાને કારણે કે તેનાથી આઇપેડ (iPad) ના વેચાણમાં ઘટાડો થઇ શકે છે. 599 ડોલર વાળું મેકબુક MacBook Air ના વેચાણને પણ અસર કરી શકે છે, જ્યાં ગ્રાહકો પાસે પસંદગી કરવાનો વધારાનો વિકલ્પ હશે.
એકંદરે 599 ડોલર વાળા મેકબુક પાછળનો હેતુ વિન્ડોઝ લેપટોપમાંથી થોડો બજાર હિસ્સો મેળવવાનો હોઈ શકે છે. જો એપલ $599 મેકબુક રજુ કરી શકશે તો તે ક્યુપર્ટિનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.