Apple એ રજુ કર્યો અત્યાર સુધીનો સૌથી સ્લીમ iPhone, એટલો પાતળો કે વિશ્વાસ નહીં થાય

iPhone 17 Air Launched : એપલે ઇવેન્ટમાં અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone 17 Air લોન્ચ કર્યો, જેની મોટાઇ માત્ર 5.6 mm છે

Written by Ashish Goyal
September 10, 2025 15:06 IST
Apple એ રજુ કર્યો અત્યાર સુધીનો સૌથી સ્લીમ iPhone, એટલો પાતળો કે વિશ્વાસ નહીં થાય
એપલે ઇવેન્ટમાં અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone 17 Air લોન્ચ કર્યો

iPhone 17 Air Launched : મંગળવારે રાત્રે યોજાયેલી એપલ ઇવેન્ટનું સંપૂર્ણ ધ્યાન નવી ડિઝાઇન અને રિડિઝાઇન પર હતું. એપલે ઇવેન્ટમાં અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone 17 Air લોન્ચ કર્યો હતો, જેની મોટાઇ માત્ર 5.6 mm છે. આ અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇન માટે ફોનના આંતરિક ભાગને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવું પડ્યું હતું, કારણ કે જગ્યા ખૂબ જ મર્યાદિત હતી. પરંતુ આ રિડિઝાઇનનો અર્થ એ નથી કે ફીચર્સમાં કાપ મુકવામાં આવ્યો છે. ફોનમાં હજુ પણ સારી બેટરી ફીટ કરવામાં આવી છે જે ફિઝિકલ સિમ સ્લોટને દૂર કરીને શક્ય બનાવ્યું હતું. આ સાથે, તેમાં A19 Pro ચિપસેટ આપી છે જે બેઝ આઇફોન કરતા વધુ સારી છે.

એપલના સીઇઓ ટિમ કૂકે કહ્યું હતું કે નવા આઇફોન્સે ‘ફરી એકવાર સ્ટાન્ડર્ડ હાઇ’ કરી દીધા છે અને આ લાઇનઅપ અત્યાર સુધીના કોઈપણ આઇફોનથી અલગ છે. જોકે આઇફોન 17 પોતે એક ઇનક્રીમેંટલ અપડેટ છે પણ એપલે પ્રો મોડલોમાં તદ્દન નવી ડિઝાઇન રજૂ કરી છે. ખાસ કરીને લંબચોરસ કેમેરા પ્લેટો અને વેપર-કૂલ્ડ થર્મલ સિસ્ટમ જે ફોનને હાઇ પર્ફોમન્સ ઉપર પણ કૂલ રાખે છે.

બાહ્ય અને આંતરિક ડિઝાઇન પર ભાર મૂકતા કૂકે કહ્યું કે એપલ માટેની ડિઝાઇન ફક્ત લુક્સ અને ફિલથી ઘણી આગળ છે. ડિઝાઇન એ વાતનું નામ છે કે આ કેવી રીતે કાર્ય કરે છે. આ ફિલોસોફી અમારા દરેક કામને ગાઇડ કરે છે.

48 એમપી ડ્યુઅલ ફ્યુઝન કેમેરા સિસ્ટમ

આઇફોન 17 માં ProMotion ડિસ્પ્લે અને 3000 નિટ્સ બ્રાઇટનેસ છે. તે 3-નેનોમીટર A19 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોનમાં 48 એમપી ડ્યુઅલ ફ્યુઝન કેમેરા સિસ્ટમ છે, જે આઇફોન 16 કરતા ચાર ગણું વધુ રિઝોલ્યુશન ઓફર કરે છે. ફોનમાં ફ્રન્ટ પર 18MP સ્ક્વેર સેન્ટરસ્ટેજ કેમેરા સેન્સર છે જે ફોનને ઘુમાવ્યા વગર લેન્ડસ્કેપ મોડ ફોટા લેવાની સુવિધા આપે છે. આ ફીચર આ વખતે લોન્ચ થયેલા તમામ આઇફોન માટે કોમન છે.

આ પણ વાંચો – 7000mAh બેટરી વાળા Oppo A6 Pro થી પડદો ઉંચકાયો, 512 જીબી સ્ટોરેજ અને 50MP કેમેરા, જાણો કિંમત

આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ માં હવે પોતાની ડ્યુરેબિલિટી અને ક્રિએટિવ ફ્લેક્સિબિલિટી પર ભાર આપવામાં આવ્યો છે. એપલનું કહેવું છે કે આ ફોન એવી પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યા છે જ્યાં પ્રોફેશનલ-ગ્રેડ પર્ફોર્મન્સની જરૂર હોય છે. બંને મોડલોમાં હવે કુલ આઠ પ્રો લેન્સ અનુભવો મળે છે, જેમાં 40x ડિજિટલ ઝૂમ સુધીનો સમાવેશ થાય છે.

નવો 48MP Fusion Telephoto કેમેરા 4x ઝૂમ (100 mm) અને 8x ઝૂમ (200 mm) પ્રદાન કરે છે, જે એપલની અત્યાર સુધીની સૌથી લાંબી ઓપ્ટિકલ પહોંચ છે. આ 56% મોટા સેન્સરને કારણે શક્ય બન્યું છે, જેમાં શાનદાર 3D સેન્સર શિફ્ટ સ્ટેબલાઇઝેશન અને અપડેટેડ ફોટોનિક એન્જિનનો સમાવેશ થાય છે. મશીન લર્નિંગ ઇન્ટિગ્રેશને લો-લાઇટ અને ડિટેલ કેપ્ચરિંગને વધુ સારું બનાવ્યું છે. પ્રોફેશનલ વીડિયો ક્રિએટર્સ માટે ફોનમાં ProRes RAW અને એડવાન્સ ફિચર્સ આપવામાં આવ્યા છે.

iPhone 17 સિરીઝ કિંમત

એપલની લેટેસ્ટ લાઇનઅપની કિંમત વિશે વાત કરીએ તો iPhone 17 (256GB) સ્ટોરેજની કિંમત 82,900 રૂપિયા છે. જ્યારે અલ્ટ્રા-પાતળા iPhone Air (256GB)) ની કિંમત 1,19,900 રૂપિયા છે. જ્યારે iPhone 17 Pro (256GB) સ્ટોરેજની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય આઇફોન 17 Pro Max (256GB) ને 1,49,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

(અહેવાલ – નંદગોપાલ રાજન)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ