Starlink India price : સ્ટારલિંક ઇન્ટરનેટ ભારતમાં શું કિંમતે મળશે? રિચાર્જ પ્લાનનો થયો ખુલાસો

Starlink Subscription REVEALED in India : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંકે તેની વેબસાઇટને ભારતમાં લાઇવ કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત પણ જાહેર કરવામાં આવી છે

Starlink Subscription REVEALED in India : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંકે તેની વેબસાઇટને ભારતમાં લાઇવ કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત પણ જાહેર કરવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Elon Musk's Starlink India price in Gujarati

Elon Musk's Starlink India price : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે

Starlink Subscription Price in India : એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. સ્ટારલિંકે તેની વેબસાઇટને ભારતમાં લાઇવ કરી છે. આ ઉપરાંત સેટેલાઇટ ઇન્ટરનેટની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. ભારતમાં સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનો હેતુ દેશના દૂરના વિસ્તારોમાં તેની સેવાઓ પ્રદાન કરવાનો છે. રેસિડેન્શિયલ એટલે કે સામાન્ય ગ્રાહકો માટેના પ્લાનની મુખ્ય સુવિધાઓ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

Advertisment

લોન્ચિંગ બાદ કંપની હવે દેશમાં તેની ઉપલબ્ધતા વધારવાની યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સ્ટારલિંકે ભારતમાં તેની બેંગલુરુ ઓફિસ માટે લિંક્ડઇન પર 4 જોબ પોસ્ટ્સ લિસ્ટ કરી હતી. આ પછી એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે કંપની ભારતના વિવિધ શહેરોમાં ગ્રાઉન્ડ સ્ટેશન બનાવશે.

સ્ટારલિંક મંથલી રેસિડેન્શિયલ સબ્સ્ક્રિપ્શન પ્લાન કિંમત

સેટકોમ કંપનીએ સ્ટારલિંક ઇન્ડિયાની વેબસાઇટ અપડેટ કરી છે અને રેસિડેન્શિયલ ગ્રાહકો માટે સબ્સ્ક્રિપ્શન કિંમત પણ લિસ્ટ કરવામાં આવી છે. સ્પેસએક્સ તેની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે દર મહિને 8600 રૂપિયા ચાર્જ કરશે. જેમાં 34,000 રૂપિયાના હાર્ડવેરની કિંમતનો સમાવેશ થાય છે. ફીચર્સ વિશે વાત કરીએ તો એલોન મસ્કની આગેવાની હેઠળની ટેક કંપની એક મહિનાના મફત ટ્રાયલ સાથે અમર્યાદિત ડેટા પણ ઓફર કરશે. કંપનીનું કહેવું છે કે જો સેવા સંતોષ નહીં થાય તો ગ્રાહકને પૈસા પરત કરવામાં આવશે.

આ પણ વાંચો - ઇયરફોન, એરપોડ્સ અને ઇયરબડ્સ માં શું છે અંતર? જાણો કયું છે વધારે બેસ્ટ

Advertisment

સ્ટારલિંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સેવા કોઇપણ મોસમમાં કામ કરશે. કંપનીએ ગ્રાહકોને 99.9 ટકા અપટાઇમ એટલે કે અવિરત ઇન્ટરનેટ કનેક્શનનું વચન આપ્યું છે. યુઝર્સે ફક્ત પ્લગ ઇન કરવું પડશે અને તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે સ્ટારલિંક રેસિડેન્શિયલ સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત ભારતમાં જાહેર કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કંપનીએ બિઝનેસ સબ્સ્ક્રિપ્શન વિશે કોઈ માહિતી આપી નથી. આગામી દિવસોમાં કંપની આ પ્લાન સાથે જોડાયેલી માહિતી શેર કરી શકે છે.

ભારતમાં ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની તૈયારી

તાજેતરના અહેવાલોમાં બહાર આવ્યું છે કે સ્પેસએક્સની સહાયક કંપની નોઈડા, મુંબઈ, કોલકાતા, લખનૌ, હૈદરાબાદ અને ચંદીગઢ સહિત દેશના ઘણા સ્થળોએ તેનું ગેટવે અર્થ સ્ટેશન બનાવવાની યોજના બનાવી રહી છે. પૃથ્વી પરના સ્પેસએક્સના ઉપગ્રહો અને રીસીવરો વચ્ચે જોડાણ સ્થાપિત કરવા અને જાળવવા માટે સ્ટેશનો રિલે પોઇન્ટ તરીકે બનાવવામાં આવશે.

કંપનીને આ વર્ષે જુલાઈમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) તરફથી તેના ઉપગ્રહનો ઉપયોગ કરીને ભારતમાં વ્યાપારી સેવાઓ શરૂ કરવા માટે પાંચ વર્ષનું લાઇસન્સ મળ્યું હતું.

સ્ટારલિંક કેવી રીતે કાર્ય કરે છે?

ટ્રેડિશનલ સેટેલાઇટ પ્રોવાઇડરને સામાન્ય રીતે સ્પીડ અને વિલંબની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ સ્ટારલિંક હજારો નાના ઉપગ્રહોના જૂથનો ઉપયોગ કરે છે જે ઓછી વિલંબ સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે છે.

એલોન મસ્ક ટેકનોલોજી બિઝનેસ