Flipkart Big Bang Diwali Sale 2025 : તહેવારોની સિઝન પહેલાં ફ્લિપકોર્ટ બિગ બેંગ સેલ 2025 લાઇવ થઈ ગયું છે. આ સેલમાં અનેક પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં ટેબ્લેટ જેવી કેટલીક કેટેગરી પર શાનદાર ડીલ આપવામાં આવી રહી છે. જો તમે એક બજેટ કે પાવરફુલ ટેબ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો Flipkart Big Bang Diwali Sale પર ખરીદી શકો છો. અહીં તમને 6 બેસ્ટ ટેબ્લેટ વિશે જણાવીશું જેમાં આકર્ષક અને દમદાર ફિચર્સ મળે છે.
ઓપ્પો પેડ એસઇ (Oppo Pad SE)
ઓપ્પોના આ બજેટ ટેબ્લેટને કેઝ્યુઅલ યુઝર્સ અને વિદ્યાર્થીઓ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેબ્લેટમાં 10.95 ઇંચની WUXGA+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિવાઇસને પાવર આપવા માટે 9340mAhની બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં મીડિયાટેક હેલિયો જી 100 ચિપસેટ છે. 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને SBI ક્રેડિટ કાર્ડ સાથે 10,999 રૂપિયામાં લઈ શકાય છે.
રેડમી પેડ એસઇ (Redmi Pad SE)
રેડમી પેડ એસઇ આ સેગમેન્ટમાં વધુ એક શાનદાર ટેબ્લેટ છે. રેડમી પેડ એસઇમાં 11 ઇંચની મોટી ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો જી 85 પ્રોસેસર અને 6650mAh ની મોટી બેટરી જેવા ફિચર્સ મળે છે. 4 જીબી રેમ અને 128 જીબી વાઇ-ફાઇ વેરિઅન્ટને વધારાની બેંક ઓફર સાથે 9,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
રિયલમી પેડ 2 (Realme Pad 2)
રિયલમી પેડ 2માં 11.5 ઇંચની 2K ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ટેબમાં મીડિયાટેક હેલિયો જી 99 ચિપસેટ છે. ડિવાઇસને પાવર આપવા માટે 8360mAh મોટી બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે.
શાઓમી પેડ 7 (Xiaomi Pad 7)
Xiaomi Pad 7 ટેબ્લેટમાં 11.17 ઇંચની 2.8K ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્સ છે. આ ટેબ્લેટમાં Snapdragon 7+Gen 3 પ્રોસેસર છે. ડિવાઇસને પાવર આપવા માટે 8850mAh બેટરી મળે છે. 12 GB RAM અને 256 GB સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે.
આ પણ વાંચો – ફક્ત 11 રુપિયામાં 2TB સ્ટોરેજ! Google One ની દિવાળી ધમાકા ઓફર, જાણો બધી ડિટેલ્સ
વનપ્લસ પેડ 3 (OnePlus Pad 3)
ફ્લેગશિપ સ્પેસિફિકેશન ઇચ્છતા યુઝર્સ માટે વનપ્લસ પેડ એક સારો વિકલ્પ છે. આ હેન્ડસેટમાં 13.2 ઇંચ 2.8K ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર, 12GB રેમ અને 12140mAh ની મોટી બેટરી છે. આ ડિવાઇસને બેંક ઓફર્સ સાથે 47,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 એફઇ+ (Samsung Galaxy Tab S9 FE+)
સેમસંગનું આ ફ્લેગશિપ ટેબ્લેટ 2024 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટેબ્લેટમાં 12.4-ઇંચની મોટી ડિસ્પ્લે, Exynos 1380 પ્રોસેસર અને S Pen સપોર્ટ છે. આ ટેબ્લેટ પ્રોફેશનલલ્સ અને ક્રિએટિવ્સ માટે પર્ફેફક્ટ છે. તેની કિંમત 44,999 રૂપિયાથી શરૂ થાય છે.