Flipkart Big Billion Day Sale 2025 : ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડે સેલ આવતીકાલે એટલે કે 23 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહ્યો છે. ઓછા બજેટમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદવા માટે લોકો આ સેલની લાંબા સમય સુધી રાહ જુએ છે. આ સેલમાં આઇફોનથી લઈને ઇયરબડ્સ સુધી ઘણું ડિસ્કાઉન્ટ છે. જો તમે આ સેલમાંથી ઇયરબડ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે એક મોટી તક છે. તમને 999 રૂપિયાથી ઓછા ભાવમાં ઘણા સારા ઇયરબડ્સ વિકલ્પો મળશે. ચાલો આ વિશે જાણીએ.
699 રૂપિયામાં મળી જશે ઇયરબડ્સ
આ સેલમાં તમને Noise Buds VS102 Neo 699 રૂપિયામાં મળી જશે, જેમાં કંપની 40 કલાકના પ્લે ટાઇમનો દાવો કરે છે. આ સાથે તમને 699 રૂપિયામાં બોટ એરડોપ્સ આલ્ફા (boAt Airdopes Alpha) પણ મળશે. તમને ઓનલાઇન પેમેન્ટ પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
799 રૂપિયામાં આ ઓપ્શન છે
જો તમારી પાસે 799 રૂપિયાનું બજેટ છે, તો તમને 799 રૂપિયામાં પણ ઘણા વધુ પ્રોડક્ટ મળી જશે. તમે799 રુપિયામાં ગોબોલ્ટના Z40 (GoBolt Z40), બોટ એરડોપ્સ 71 (BoAt Airdopes 71) પણ ખરીદી શકો છો.
આ પણ વાંચો – 50MP કેમેરા, 5000mAh બેટરી વાળા ટોપ 5 સસ્તા સ્માર્ટફોન, કિંમત 10,000 રુપિયાથી ઓછી
999 રૂપિયામાં મળી જશે આ Airdopes
તમને 999 રૂપિયામાં બોટના એરડોપ્સ સુપ્રીમ (boAt Airdopes Supreme) મળશે, જેમાં કંપની 50 કલાકના પ્લે ટાઇમનો દાવો કરે છે. તમે તેને સેલમાં 999 રૂપિયામાં ખરીદી શકો છો. ઓનલાઇન ચુકવણી પર વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમને રિયલમી બડ્સ ટી 200 લાઇટ (Realme Buds T200 Lite) પણ 999 રૂપિયામાં મળશે. આ સિવાય તમને 999 રૂપિયામાંરિયલમી બડ્સ ટી110 ( Realme Buds T110) પણ મળશે. આમાં તમે ઓનલાઇન પેમેન્ટ પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.