Flipkart Big Billion Days Sale 2025: ફ્લિપકાર્ટનું બિગ બિલિયન ડેઝ સેલ 23 સપ્ટેમ્બર 2025થી શરૂ થયો છે, જેમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી પર મોટા ડિસ્કાઉન્ટ છે. સેલમાં તમે મોબાઇલ-ઇલેક્ટ્રોનિક્સ સાથે બુલેટ પણ ઓર્ડર કરી શકો છો. આ ડિલના ભાગરૂપે રોયલ એનફિલ્ડે આજથી ફ્લિપકાર્ટ પર તેની સંપૂર્ણ 350-સીસી મોડેલ રેન્જ ઉપલબ્ધ કરાવી છે.
રોયલ એનફિલ્ડ 350 સીસી મોટરસાયકલ એક ક્લિકથી ખરીદી શકશો
રોયલ એનફિલ્ડ અને ફ્લિપકાર્ટે રોયલ એનફિલ્ડની મૂળ કંપની આઇશર મોટર્સ દ્વારા ફાઇલિંગ દરમિયાન ભાગીદારીની જાહેરાત કરી હતી. લોકો પોતાની મનપસંદ રોયલ એનફિલ્ડ 350 સીસી મોટરસાયકલ માત્ર એક ક્લિકથી ખરીદી શકે છે. તમે કાર્ડ ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો. આઇશર મોટર્સે પુષ્ટિ કરી છે કે શરૂઆતમાં તમામ 350 સીસી મોટરસાયકલો ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
પહેલીવાર રોયલ એનફિલ્ડ મોટરસાયકલો ઓનલાઇન વેચશે
આ પહેલીવાર હશે જ્યારે રોયલ એનફિલ્ડ તેની મોટરસાયકલો ઓનલાઇન વેચશે. કંપની બુલેટ 350, ક્લાસિક 350, હંટર 350, ગોઅન ક્લાસિક 350 અને નવા મીટિયોર 350 જેવા મોડલ્સ ફ્લિપકાર્ટના માધ્યમથી વેચાણ કરી રહી છે. ખરીદી ડિજિટલ રીતે શરૂ થશે, પરંતુ ડિલિવરી અને ડોક્યુમેશન અધિકૃત ડીલરશિપ દ્વારા કરવામાં આવશે. જીએસટી લાભો સાથે રોયલ એનફિલ્ડ પરંપરાને સુવિધા સાથે મિલાવી રહ્યા છે.
આ પણ વાંચો – હીરોએ સસ્તી કિંમતમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત, માઇલેજ અને ફિચર્સ
બેંગલુરુ, ગુરુગ્રામ, કોલકાતા, લખનૌ અને મુંબઈના ગ્રાહકો સંપૂર્ણ જીએસટી લાભોનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકશે અને મોડેલો ખરીદી શકશે. આ ભાગીદારી રોયલ એનફિલ્ડની મોટરસાયકલોને વધુ સુલભ બનાવવાના વિઝનનો એક ભાગ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતનો ગ્રાહક આધાર વધુને વધુ ડિજિટલ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. આઇશર મોટર્સ લિમિટેડના એમડી અને રોયલ એનફિલ્ડના સીઇઓ બી ગોવિંદરાજને જણાવ્યું હતું કે રોયલ એનફિલ્ડમાં, અમારું મિશન હંમેશાં શક્ય તેટલા રાઇડર્સ માટે શ્રેષ્ઠ મોટરસાયકલિંગ અનુભવ લાવવાનું રહ્યું છે.