ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ 2025 સેલની તારીખ જાહેર, આ દિવસથી ઓછી કિંમતમાં મળશે બ્રાન્ડેડ સ્માર્ટફોન

Flipkart Big Billion Days 2025 : જો તમે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલની રાહ જોઇ રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલની સત્તાવાર જાહેરાત કરી છે. જીએસટી રેટ કટ લાગુ થયાના એક દિવસ બાદ 23 સપ્ટેમ્બર 2025થી સેલ શરૂ થશે

Written by Ashish Goyal
Updated : September 05, 2025 23:27 IST
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ 2025 સેલની તારીખ જાહેર, આ દિવસથી ઓછી કિંમતમાં મળશે બ્રાન્ડેડ સ્માર્ટફોન
ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે (તસવીર: ફ્લિપકાર્ટ)

Flipkart Big Billion Days 2025 : જો તમે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલની રાહ જોઇ રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેઝ સેલની સત્તાવાર જાહેરાત કરી છે. જીએસટી રેટ કટ લાગુ થયાના એક દિવસ બાદ 23 સપ્ટેમ્બર 2025થી સેલ શરૂ થશે.

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025

ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સેલમાં ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ સહિત ઘણા હોમ એપ્લાયન્સીસ પર મોટું ડિસ્કાઉન્ટ જોવા મળશે. એપલ, સેમસંગ, મોટોરોલા અને વિવો જેવી મોટી બ્રાન્ડના ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે.

સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે. જેમાં ગેલેક્સી એસ24 અલ્ટ્રા, ગેલેક્સી એમ06, ગેલેક્સી એમ 16, ગેલેક્સી એ55, ગેલેક્સી એ56 અને ગેલેક્સી એ36 સામેલ છે.

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ અર્લી બર્ડ ડીલ્સ 8 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે એટલે કે તમે 23 સપ્ટેમ્બર 2025 પહેલા જ 8 સપ્ટેમ્બર 2025થી સ્માર્ટફોન, ટીવી, ફ્રિજ, લેપટોપ અને ટેબ્લેટ જેવી વિવિધ વસ્તુઓ પર ઘણી શાનદાર ડીલ્સ મેળવી શકશો. અર્લી બર્ડ ડીલ્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ પર સારી ઓફર્સ મળશે.

આ પણ વાંચો – Samsung Galaxy S25 FE ની ધમાકેદાર એન્ટ્રી, નવા પ્રીમિયમ ફોનમાં 256GB સ્ટોરેજ, જાણો કિંમત

આ બેંક કાર્ડ્સ પર મેળવો 10% ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં એક્સિસ અને આઇસીઆઇસીઆઇ બેંકના કાર્ડ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે, તેમજ ફ્લિપકાર્ટ ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ સેવિંગ મળશે. સેલમાં પ્રોડક્ટની કિંમત પણ ખૂબ ઓછી હશે.

એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલનો પ્રારંભ

એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પણ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. સાથે પ્રાઇમ મેમ્બર્સ માટે સેલ એક દિવસ પહેલા જ શરૂ કરી દેવામાં આવશે. સેલમાં એસબીઆઇના કાર્ડ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ