Flipkart Buy Buy Sale : એપલ, સેમસંગ, વીવોના ફ્લેગશિપ ફોન પર મળી રહી છે બંપર છૂટ, જાણો ઓફર

Flipkart Buy Buy Sale 2025: ફ્લિપકાર્ટની 2025નો બાય બાય સેલ 5 ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે અને તે 10 ડિસેમ્બર સુધી લાઇવ રહેશે. સેલ દરમિયાન સ્માર્ટફોન, ટેલિવિઝન, લેપટોપ, વાયરલેસ ઇયરબડ્સ સહિત ઘણા ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

Written by Ashish Goyal
December 05, 2025 22:05 IST
Flipkart Buy Buy Sale : એપલ, સેમસંગ, વીવોના ફ્લેગશિપ ફોન પર મળી રહી છે બંપર છૂટ, જાણો ઓફર
Flipkart Buy Buy Sale 2025: ફ્લિપકાર્ટની 2025નો બાય બાય સેલ 5 ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે 5 (Image: chatgpt)

Flipkart Buy Buy Sale 2025: ફ્લિપકાર્ટ 2025નો બાય બાય સેલ 5 ડિસેમ્બરથી શરૂ થઈ ગયો છે અને તે 10 ડિસેમ્બર સુધી લાઇવ રહેશે. સેલ દરમિયાન સ્માર્ટફોન, ટેલિવિઝન, લેપટોપ, વાયરલેસ ઇયરબડ્સ સહિત ઘણા ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય ફ્લિપકાર્ટ બેંક ડિસ્કાઉન્ટ, કેશબેક અને સરળ ઇએમઆઈ વિકલ્પો પણ ઓફર કરી રહી છે.

ઘણા લોકો હજુ પણ તેમના સ્માર્ટફોનને અપગ્રેડ કરવા માટે આ સેલની રાહ જુએ છે. સેમસંગ, એપલ, નથિંગ અને વિવોના ઘણા ફ્લેગશિપ ડિવાઇસ શાનદાર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.

સેમસંગ ગેલેક્સી S25

સેમસંગનો ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી S25 69,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે મળી રહ્યો છે. આ તેની ઓરિજનલ લોન્ચ કિંમત 80,999 રૂપિયા કરતા ઘણી ઓછી છે. આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચ, 2X ડાયનેમિક AMOLED ડિસ્પ્લે પેનલ આપવામાં આવી છે. આ સિવાય ટ્રિપલ 50 એમપી કેમેરા સેટઅપ સાથે આવે છે. આ ફોનમાં તમને 4,000mAh ની બેટરી મળે છે.

આઇફોન 16

આઇફોન 16ની ઓરિજિનલ કિંમત 72,499 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ તે અહીં 55,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. તે A18 ચિપસેટ પર ચાલે છે અને 48 એમપી + 12 એમપી રિઅર કેમેરા સેટઅપ પ્રદાન કરે છે. આ સાથે તે યુએસબી-સી ચાર્જિંગ પોર્ટ સાથે 3,561 mAh બેટરી છે. આ ઉપરાંત તે IP68 રેટિંગ અને સિરામિક શિલ્ડ ડિસ્પ્લે પ્રોટેક્શન સાથે આવે છે.

આ પણ વાંચો – iPhone 16 ની કિંમતમાં ઘટાડો! 6000થી વધારે બચાવવાની તક, જાણો ક્યાં મળી રહી છે ઓફર

વિવો X200FE

વિવોની ફ્લેગશિપ સિરીઝનો સ્માર્ટફોન X200FE પણ 52,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. આ ફોનની ઓરિજિનલ કિંમત 59,999 રૂપિયાથી ઘણી ઓછી છે. તેમાં 6.3-ઇંચની LTPO AMOLED પેનલ આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં 6500 એમએએચની બેટરી અને IP68 અને IP68 પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. આ ફોન Mediatek Dimensity 9300+ ચિપસેટ દ્વારા સંચાલિત છે અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સાથે આવે છે.

નથિંગ ફોન 3

નથિંગ ફોન 3 ડિસ્કાઉન્ટ કિંમત 49,870 રૂપિયા પર મળી રહ્યો છે. આ ફોન ઓરિજિનલ પ્રાઇસ 79,999 રૂપિયાથી ઘણી ઓછી છે. તેમાં 6.67-ઇંચની OLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 4500nitsની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તેમાં Snapdragon 8s Gen 4 પ્રોસેસર છે. આ ફોનમાં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. તેમાં 65W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5150 mAhની બેટરી આપવામાં આવી છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ