Google ના નવા સ્માર્ટફોનની કિંમત લોન્ચ પહેલા લીક, જાણો લોન્ચ તારીખ, ફિચર્સ અને ડિઝાઇની માહિતી

Google Pixel 10a Price Leak: પિક્સેલ 10a હેન્ડસેટ સાથે જોડાયેલી માહિતી ઘણા લીક્સમાં સામે આવી છે. અમે તમને આગામી પિક્સેલ ડિવાઇસની સંભવિત કિંમત, લોન્ચ તારીખ, ફિચર્સ અને ડિઝાઇન સંબંધિત દરેક માહિતી જણાવી રહ્યા છીએ

Google Pixel 10a Price Leak: પિક્સેલ 10a હેન્ડસેટ સાથે જોડાયેલી માહિતી ઘણા લીક્સમાં સામે આવી છે. અમે તમને આગામી પિક્સેલ ડિવાઇસની સંભવિત કિંમત, લોન્ચ તારીખ, ફિચર્સ અને ડિઝાઇન સંબંધિત દરેક માહિતી જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
New Update
Google Pixel 10a leaks

Google Pixel 10a Price Leak: પિક્સેલ 10a હેન્ડસેટ સાથે જોડાયેલી માહિતી ઘણા લીક્સમાં સામે આવી છે Photograph: (એક્સપ્રેસ)

Google Pixel 10a Price Leak: ગૂગલે ગયા વર્ષે (2025) તેની પિક્સેલ 10 શ્રેણી લોન્ચ કરી હતી. ત્યારબાદ સમાચાર આવ્યા કે 2025 ના અંત પહેલા Pixel 10a સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવશે. જોકે આવું થયું નહીં. હવે પિક્સેલ 10a હેન્ડસેટ સાથે જોડાયેલી માહિતી ઘણા લીક્સમાં સામે આવી છે. અમે તમને આગામી પિક્સેલ ડિવાઇસની સંભવિત કિંમત, લોન્ચ તારીખ, ફિચર્સ અને ડિઝાઇન સંબંધિત દરેક માહિતી જણાવી રહ્યા છીએ.

Advertisment

પિક્સેલ 10a  ડિઝાઇન

Pixel 10a ના લીક થયેલા CAD રેડર્સ સૂચવે છે કે આગામી ડિવાઇસમાં ગત પિક્સેલ 9એ જેવી જ ડિઝાઇન મળશે. એવું લાગે છે કે ગૂગલ ફોનમાં પાછળના ભાગમાં ફ્લેટ પ્લાસ્ટિક બેક પેનલ આપશે અને તેના પર એક નાનો પિલ-શેપ આઈલેન્ડ આપશે જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે.

અગાઉના વેરિઅન્ટની જેમ નવા પિક્સેલ 10a ને પણ મોટા બેઝલ આપી શકાય છે. યાદ રાખો કે ગૂગલ પિક્સેલ A-Series ને કંપનીના પ્રીમિયમ ફોન્સથી અલગ બનાવવા માટે મોટા બેઝલ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.

પિક્સેલ 10a ડિસ્પ્લે

9a ની જેમ પિક્સેલ 10a ને પણ 6.3 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લે આપી શકાય છે. એવા અહેવાલો પણ છે કે ગૂગલના ફોનને એલટીપીએસ ટેક્નોલોજી આપવામાં આવશે, જેનો અર્થ એ છે કે સ્ક્રીન 1 હર્ટ્ઝ રિફ્રેશ રેટથી નીચે આપવામાં આવશે નહીં.

Advertisment

સ્પેસિફિકેશન્સ

ગૂગલ સામાન્ય રીતે પોતાની Pixel A Series ડિવાઇસમાં લેટેસ્ટ  Tensor ચિપસેટ આપે છે. પરંતુ આ વખતે એવું લાગે છે કે ગૂગલ પણ એપલના પગલે છે. Android Headlines એક રિપોર્ટમાં સંકેત મળ્યા છે કે પિક્સેલ 10a માં ટેન્સર જી4 ચિપસેટ આપવામાં આવશે. નવા ટેન્સર જી 4 ચિપસેટ સાથે પિક્સેલ 9 સિરીઝ પણ લોન્ચ કરવામાં આવી હતી.

આગામી પિક્સેલ 10a સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળી શકે છે. ગૂગલ આ ડિવાઇસમાં 5199 એમએએચની મોટી બેટરી આપી શકે છે. આ ફોનને ગયા વર્ષની જેમ જ ચાર્જિંગ સ્પીડ સાથે રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો - 200MP કેમેરા, 7600mAh મોટી બેટરી વાળો પાવરફુલ iQOO Z11 Turbo સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

પિક્સેલ 10a લોન્ચ તારીખ અને કિંમત

X  પર જાણીતા ટિપસ્ટર @MysteryLupin ના મતે પિક્સેલ 10a સ્માર્ટફોન 17 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે. 128 જીબી સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટની કિંમત લગભગ 52,000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ લગભગ 63,000 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે.

તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. તેથી અમે સલાહ આપીએ છીએ કે આ માહિતીને સંપૂર્ણપણે સાચી ન લો કારણ કે સત્તાવાર લોન્ચિંગ સમયે માહિતી બદલાઈ શકે છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન