હવે ભાષા નહીં બને બાધા! Google Translate નું LIVE Translation ફિચર લોન્ચ, આવી રીતે કરો ઉપયોગ

ગૂગલે જાહેરાત કરી છે કે તે તેના Google Translate પ્લેટફોર્મ પર એક નવું AI સંચાલિત ફીચર લોન્ચ કરી રહ્યું છે જે લોકોને નવી ભાષા શીખવા અને પ્રેક્ટિસ કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

Written by Ashish Goyal
Updated : August 27, 2025 15:53 IST
હવે ભાષા નહીં બને બાધા! Google Translate નું LIVE Translation ફિચર લોન્ચ, આવી રીતે કરો ઉપયોગ
ગૂગલ ટ્રાન્સલેટ પ્લેટફોર્મ પર એક નવું એઆઈ સંચાલિત ફીચર લોન્ચ (તસવીર - financialexpres)

Google Translate live translation feature : Google રણનીતિક રુપથી નવા બજારમાં એન્ટ્રી કરવા અને લોકોને ભાષાઓ શીખવવા તરફ આગળ વધી રહ્યું છે. નવી ભાષા શીખવામાં રસ ધરાવતા લોકો માટે Duolingo એક વિશ્વસનીય અને ઉપયોગી એપ્લિકેશન રહી છે. જોકે ગૂગલે જાહેરાત કરી છે કે તે તેના ગૂગલ ટ્રાન્સલેટ પ્લેટફોર્મ પર એક નવું એઆઈ સંચાલિત ફીચર લોન્ચ કરી રહ્યું છે જે લોકોને નવી ભાષા શીખવા અને પ્રેક્ટિસ કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ બજારમાં Duolingo ના વર્ચસ્વને પડકારવાનો છે.

નવી લેંગ્વેજ પ્રેક્ટિસ ફિચર તે શરૂઆતી લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જે વાતચીત કરવાનું શીખવાનું શરૂ કરી રહ્યા છે. આ સિવાય તે એડવાન્સ યુઝર્સ માટે પણ છે જે પોતાના શબ્દભંડોળને મજબૂત બનાવવા માંગે છે. ગૂગલના જણાવ્યા અનુસાર આ ફિચર યુઝર્સના સ્કિલ લેવલ અને તેમની શીખવાની જરૂરિયાતો અનુસાર લિસનિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ સેશન તૈયાર કરે છે.

આ ઉપરાંત આ ફિચરમાં ઉપયોગમાં કરવામાં આવેલ ગેમિફાઇડ પદ્ધતિ લોકોને લગભગ 40 ભાષાઓ શીખવામાં મદદ કરી શકે છે.

નવું ફિચર કેવી રીતે કામ કરે છે?

યુઝર્સ પોતાની ફ્લુએંસી લેવલ, બેસિકથી લઇને એડવાન્સ સુધી સેટ કરી શકે છે અને પોતાના લક્ષ્ય પસંદ કરી શકે છે. જેમ કે રોજની વાતચીત કે યાત્રા સાથે જોડાયેલી સ્થિતિઓ. ત્યારબાદ એપ્લિકેશન તે લેવલ અનુસાર સાંભળવાની અને બોલવાની એક્સરસાઇઝ તૈયાર કરે છે.

ઉદાહરણ તરીકે જો તમે પ્રોમ્પ્ટ આપ્યું છે કે “Ask about meal times”, તો યુઝર્સ યા તો સિમ્યુલેટેડ વાતચીત સાંભળીને સમજી ગયેલા શબ્દો પર ટેપ કરી શકે છે, અથવા જો જરૂરી હોય તો હિંટ્સની મદદથી બોલવાની પ્રેક્ટિસ કરી શકે છે.

આ પણ વાંચો – ભારતમાં 2025 ઇન્ડિયન સ્કાઉટ સિરીઝ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

સતત પ્રેક્ટિસને પ્રોત્સાહિત કરવા માટે પ્રગતિને દરરોજ ટ્રેક કરવામાં આવે છે. હાલ આ ફીચર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. અંગ્રેજી બોલનારા લોકો સ્પેનિશ અને ફ્રેન્ચ શીખી શકે છે. સાથે જ સ્પેનિશ, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ ભાષા બોલનારા અંગ્રેજી શીખી શકે છે. ટેસ્ટિંગ ફેઝ દરમિયાન આ સુવિધા સંપૂર્ણપણે મફત છે.

આ ફિઝરને કેવી રીતે એક્સેસ કરવું?

જે યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવા માંગે છે તેમણે Google Translate એપમાં “Practice” (પ્રેક્ટિસ) વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાંથી તેઓ પોતાનું સ્કિલ લેવલ અને ગોલ સેટ કરી શકે છે.

ગૂગલનું જેમિની AI મોડલ, જેના વિશે કંપનીનું કહેવું છે કે ટ્રાન્સલેશનની સચોટતા, મલ્ટિમોડલ સમજણ અને ટેક્સ્ટ-ટુ-સ્પીચ આઉટપુટમાં સુધારો કરે છે. નવા ફિચરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાઇવ ટ્રાન્સલેશન, જે યુઝર્સને ઓડિયો અને ઓન-સ્ક્રીન અનુવાદ બંને સાથે રીઅલ-ટાઇમ, આગળ-પાછળ વાતચીત કરવાની મંજૂરી આપે છે.

હવે તે Gemini ની મદદથી તે પહેલાં કરતાં વધુ સચોટ હશે. હિંદી, તમિલ, અરબી, ફ્રેન્ચ અને સ્પેનિશ સહિત 70થી વધુ ભાષાઓને સપોર્ટ કરનાર આ મોડ વિરામ, ઉચ્ચારણો અને સ્વરને બુદ્ધિપૂર્વક શોધવા માટે થ્રેડ જેવા ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલનું કહેવું છે કે તેણે તેના મોડેલોને બેકગ્રાઉન્ડ નોઇઝને ફિલ્ટર કરવા માટે તાલીમ આપી છે, જેથી આ ભીડભાડ કે વ્યસ્ત વાતાવરણમાં ઉપયોગી બની શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ