Honor Pad GT 2 Pro લોન્ચ, 10100mAh બેટરી, 512GB સ્ટોરેજ અને 16GB રેમ, જાણો કિંમત

Honor Pad GT 2 Pro : ઓનરે ચીનમાં પોતાનું લેટેસ્ટ ટેબલેટ લોન્ચ કર્યું છે. Pad GT 2 Pro કંપનીનું નવું એન્ડ્રોઇડ ટેબ છે અને તેમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે

Written by Ashish Goyal
July 22, 2025 21:37 IST
Honor Pad GT 2 Pro લોન્ચ, 10100mAh બેટરી, 512GB સ્ટોરેજ અને 16GB રેમ, જાણો કિંમત
Honor Pad GT 2 Pro launched : Honor Pad GT 2 Pro કંપનીનું નવું એન્ડ્રોઇડ ટેબ છે

Honor Pad GT 2 Pro launched : ઓનરે ચીનમાં પોતાનું લેટેસ્ટ ટેબલેટ લોન્ચ કર્યું છે. Pad GT 2 Pro કંપનીનું નવું એન્ડ્રોઇડ ટેબ છે અને તેમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસમાં 10,100mAhની મોટી બેટરી છે જે 66W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. નવા ઓનર પેડ જીટી 2 પ્રો ની કિંમત અને ફિચર્સ જાણો.

Honor પેડ જીટી 2 પ્રો કિંમત

Honor Pad જીટી 2 પ્રો ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 યુઆન (લગભગ 30,000 રૂપિયા) છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન (લગભગ 32,000 રૂપિયા), 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન (લગભગ 36,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 40,000 રૂપિયા) છે. આ ટેબ્લેટ આઇસ ક્રિસ્ટલ વ્હાઇટ અને ફેન્ટમ ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

Honor પેડ જીટી 2 પ્રો સ્પેસિફિકેશન્સ

Honor પેડ જીટી 2 પ્રોમાં 12.5 ઇંચની 3K (2,032×3,048 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 165Hz સુધીનો રિફ્રેશ રેટ અને 89 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો આપે છે. ટેબ એન્ડ્રોઇડ 15 બેસ્ડ્ મેજિકઓએસ 9.0.1 સાથે આવે છે. સ્ક્રીન 1000 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ટેબ્લેટમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ, 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

આ ડિવાઇસને પાવર આપતી બેટરી 10,100mAhની છે, જે લિથિયમ-આયન પોલિમર બેટરી છે, જે 66W ચાર્જિંગને સપોર્ટ કરે છે. Honor નો દાવો છે કે આ ટેબલેટને 73 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

આ પણ વાંચો – ChatGPT પર દરરોજ 2.5 બિલિયન પ્રૌમ્પ્ટ્સ મળે છે, AI એ મચાવી હલચલ, શું Google નો યુગ ખતમ થશે?

ડિવાઇસનું ડાઇમેંશન 277.80×190.93×5.95 એમએમ છે અને તેનું વજન 532 ગ્રામ છે. પેડ જીટી 2 પ્રો પર કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. બોર્ડ પરના સેન્સર્સમાં એક્સેલેરોમીટર, ગ્રેવિટી સેન્સર, ગાયરોસ્કોપ અને હોલ સેન્સરનો સમાવેશ થાય છે.

ફોટોગ્રાફી માટે Honor Pad GT 2 Proમાં અપર્ચર F/2.0 અને ઓટોફોકસ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ટેબ્લેટમાં 8 સ્પીકર અને 3 માઇક્રોફોન આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ