Google એકાઉન્ટ અને Gmail થી લિંક ફોન નંબર કેવી રીતે બદલવો? જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

Google Account Change Phone Number : તમારું ગૂગલ અને જીમેલ એકાઉન્ટ હંમેશા તમારા હાલના ફોન નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે ગૂગલ અથવા જીમેલ એકાઉન્ટ સાથે લિંક થયેલ ફોન નંબર કેવી રીતે બદલી શકો છો

Written by Ashish Goyal
Updated : December 11, 2025 19:01 IST
Google એકાઉન્ટ અને Gmail થી લિંક ફોન નંબર કેવી રીતે બદલવો? જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત
જાણો Google એકાઉન્ટ અને Gmail થી લિંક ફોન નંબર કેવી રીતે બદલવો

Change Phone Number Linked to Your Google Gmail Account : ગૂગલ તેના યુઝર્સને ફોન નંબરો દ્વારા પોતાના એકાઉન્ટ ને વેરિફાઇ કરવાની મંજૂરી આપે છે. જો તમે તમારું ઇમેઇલ એડ્રેસ ભૂલી જાઓ છો તો તમે તમારા લિંક કરેલા ફોન નંબરથી પણ સાઇન-ઇન કરી શકો છો. જો તમારો નંબર હવે એક્ટિવ નથી તો આ સિક્યોરિટી ફીચર કામ નહીં કરે. તેથી જ તે મહત્વનું છે કે તમારું ગૂગલ અને જીમેલ એકાઉન્ટ હંમેશા તમારા હાલના ફોન નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ. ગૂગલ આ નંબર પર યુઝર્સને વેરિફિકેશન કોડ, પાસવર્ડ રીસેટ લિંક્સ અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એલર્ટ મોકલે છે.

પરંતુ નંબરનો એક્સેસ ન હોવાથી એકાઉન્ટ લોક થઈ શકે છે. આ ઉપરાંત જો જૂના ફોન નંબરનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, તો તમારું એકાઉન્ટ ખતરામાં આવી શકે છે.

ગૂગલ એકાઉન્ટ પર તમારા લિંક કરેલા ફોન નંબરને કેવી રીતે અપડેટ કરવો?

જો તમે મલ્ટિપલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો અથવા નવા દેશમાં શિફ્ટ થઇ ગયો છો તો સંભવ છે કે તમારું ગૂગલ એકાઉન્ટ અને લિંક નંબર ડિસ્કનેક્ટ થઈ જાય. એકાઉન્ટની સુરક્ષા અને રિકવરી માટે તે મહત્વનું છે કે અપડેટ કરેલા ફોન નંબર તમારા એકાઉન્ટ સાથે લિંક થયેલ હોય. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે ગૂગલ અથવા જીમેલ એકાઉન્ટ સાથે લિંક થયેલ ફોન નંબર કેવી રીતે બદલી શકો છો.

  • પહેલા myaccount.google.com પર જાઓ અને પછી સાઇન ઇન કરો. અથવા Gmail
  • એપ્લિકેશન ખોલો
  • Gmail માં તમારા પ્રોફાઇલ ફોટા પર ટેપ કરો અને Manage your Google Account ઓપ્શન પસંદ કરો
  • આ પછી બાજુના મેનૂમાંથી Personal info ટેબ પસંદ કરો
  • ત્યારબાદ પછી Contact info ઓપ્શન પર જાઓ અને પછી Phone number પર ટેપ કરો
  • હવે વેબસાઇટ પર દેખાતા ફોન નંબર પર ટેપ કરો અને એડિટ આયકન (પેન્સિલ) પર ટેપ કરો
  • પાસવર્ડ અને ડિવાઇસ વેરિફાઇ કરો અને પછી Next પર ક્લિક કરો
  • આ પછી નવો ફોન નંબર એન્ટર કરો.
  • હવે ગૂગલ તમને એસએમએસ દ્વારા વેરિફિકેશન કોડ મોકલશે
  • વેરિફિકેશન પૂર્ણ કરવા માટે કોડ એન્ટર કરો

એકવાર અપડેટ થયા પછી તમે એકાઉન્ટ રિકવરી અને વેરિફિકેશન માટે તમને Linked કરેલા ફોન નંબર તરીકે નવો નંબર જોવા મળશે. યુઝર્સ Delete ઓપ્શન પર જઈને જૂનો નંબર ડિલીટ પણ કરી શકે છે જેથી કોઈ મૂંઝવણ અને જોખમ ન રહે.

આ પણ વાંચો – વીવો અને વનપ્લસના ફ્લેગશિપ ફોનમાં ટક્કર, જાણો પાવરફુલ ફિચર્સ વાળો કયો ફોન છે બેસ્ટ

Windows, Android, iPhone અને iPad એટલે કે લગભગ બધા ડિવાઇસ પર ફોન નંબર અપડેટ કરવાની પદ્ધતિ એક સમાન છે. જોકે નંબર બદલ્યા પછી ગૂગલને પાસવર્ડ બદલવા કે એકાઉન્ટ રિકવરી જેવી એક્ટિવિટી માટે નવા નંબરના ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં એક અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે તમારા ગૂગલ એકાઉન્ટ અને જીમેલમાં નંબર અપડેટ કરવાથી ગૂગલની તમામ સેવાઓ આપમેળે અપડેટ થતી નથી. ગૂગલ કેલેન્ડર અને ક્રોમ જેવી એપ્લિકેશન્સમાં ફોન નંબરને મેન્યુઅલી અપડેટ કરવાની જરૂર હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ