Infinix Hot 60i 5G Launched: Infinix એ ભારતમાં પોતાની Hot 60 Series નો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા Infinix Hot 60i 5G માં 6000mAhની બેટરી, 6.75 ઇંચની મોટી HD+ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાઇમેંસિટી 6400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. નવા ઇન્ફિનિક્સ હોટ 60i 5G માં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા સાથે આવે છે. Infinix ના આ લેટેસ્ટ એફોર્ડેબલ સ્માર્ટફોનમાં શું છે ખાસ? અહીં જાણો.
ભારતમાં ઇન્ફિનિક્સ Hot 60i 5G કિંમત
ઇન્ફિનિક્સ હોટ 60i 5G સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 9,299 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પરંતુ બેંક ઓફરથી હેન્ડસેટને 8,999 રૂપિયા સુધી લઇ જઇ શકાય છે. ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 21 ઓગસ્ટથી શરૂ થશે. આ ફોન શેડો બ્લૂ, મોનસૂન ગ્રીન, પ્લમ રેડ અને સ્લીક બ્લેક કલરમાં આવે છે.
ઇન્ફિનિક્સ હોટ 60i 5G ફીચર્સ
ઇન્ફિનિક્સ હોટ 60i 5Gમાં ડ્યુઅલ ટોન ડિઝાઇન લેંગ્વેજ આપવામાં આવી છે. હેન્ડસેટમાં 6.75 ઇંચની એચડી + ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720×1600 પિક્સલ છે. ડિવાઇસનો એસ્પેક્ટ રેશિયો 20: 9, પીક બ્રાઇટનેસ 670 નીટ્સ અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનમાં ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ અને સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90.3 ટકા છે.
આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6400 પ્રોસેસર અને Mali-G57 GPU જીપીયુ છે. હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેસ્ડ કસ્ટમ XOS 5.1 સાથે આવે છે.
ઇન્ફિનિક્સ હોટ 60i 5G માં કેટલાક શાનદાર AI ફિચર્સ, Circle to Search, AI Call Translation, AI Summarisation, AI Writing Assistant, ફોટો એડિટિંગ માટે AI Eraser અને AI Wallpaper Generator જેવા કેટલાક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં Folax વોઇસ આસિસ્ટન્ટ પણ મળે છે.
આ પણ વાંચો – iPhone 14 ની કિંમતમાં રેકોર્ડ ઘટાડો! Vijay Sales પર મળી રહી છે અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફર
ઇન્ફિનિક્સના આ મોડલમાં એપર્ચર એફ/1.6 અને પીડીએએફ સાથે 50 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ/2.0 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 6000mAh ની મોટી બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી ઓપ્શન માટે ફોનમાં 5જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક, IR બ્લાસ્ટર અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. ફોનનું ડાઇમેંશન 167.64 x 77.67 x 8.14mm અને વજન 199 ગ્રામ છે.