6500mAh બેટરી અને 50MP કેમેરા વાળા ફોન પરથી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

Infinix Note Edge Launched: ઇનફિનિક્સે પોતાની Note Series નો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Infinix નોટ એજને પાવર આપવા માટે મોટી 6500mAh બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

Infinix Note Edge Launched: ઇનફિનિક્સે પોતાની Note Series નો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Infinix નોટ એજને પાવર આપવા માટે મોટી 6500mAh બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

author-image
Ashish Goyal
New Update
Infinix Note Edge

Infinix Note Edge Launched: ઇનફિનિક્સે પોતાની Note Series નો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Infinix Note Edge Launched:  ઇનફિનિક્સે પોતાની  Note Series નો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Infinix Note Edge માં કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે, નેક્સ્ટ-જનરેશન 5G સપોર્ટ, મીડિયાટેક ડાયમેન્સિટી 7100 ચિપસેટ જેવા ફિચર્સ છે. આ Infinix સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5 કે કર્વ્ડ સ્ક્રીન, એન્ડ્રોઇડ 16 અને 50 એમપી રિઅર કેમેરા છે. નવા Infinix નોટ એજ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

Advertisment

Infinix  નોટ એજ કિંમત

ઇન્ફિનિક્સ નોટ એજને 200 ડોલર (લગભગ 18,200 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન લુનર ટાઇટેનિયમ, સ્ટેલર બ્લુ, શેડો બ્લેક અને સિલ્ક ગ્રીન કલરમાં આવે છે.

Infinix નોટ એજ ફીચર્સ

Infinix નોટ એજ સ્માર્ટફોનમાં 6.78-ઇંચની 1.5 કે (1,208×2,644 પિક્સેલ્સ) LTPS કર્વ્ડ AMOLED સ્ક્રીન છે જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ડિસ્પ્લેમાં 240 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને 2800 હર્ટ્ઝ સુધીનો ઇન્સ્ટન્ટ ટચ રિસ્પોન્સ રેટ છે. ડિસ્પ્લે 4500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે Corning Gorilla Glass 7i આપવામાં આવ્યો છે.

Infinix નોટ એજ સ્માર્ટફોનમાં 6nm MediaTek Dimensity 7100 ચિપસેટ અને Mali-G610 GPU છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેસ્ડ XOS 16 સાથે આવે છે અને 3 વર્ષ સુધી ઓએસ અને 5 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સનું વચન આપે છે. Infinix નો આ ફોન AI બેસ્ડ ફિચર્સ, જેમ કે AI-આસિસ્ટેડ પોટ્રેટ્સ, સીન રેકગ્નિશન અને ક્રોસ-પ્લેટફોર્મ લાઇવ ફોટો ટ્રાન્સફર વગેરે મળે છે.

Advertisment

6500mAh બેટરી 

Infinix નોટ એજને પાવર આપવા માટે મોટી 6500mAh બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 10W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ મોડને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો - ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલ : ફક્ત 5499 રુપિયામાં સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન ઉપર પણ મોટી બચત

ફોટોગ્રાફી માટે Infinix નોટ એજમાં એપરચર એફ /1.8 અને ડ્યુઅલ ફ્લેશ સેટઅપ સાથે 50 એમપી પ્રાઇમરી રીઅર કેમેરા છે. કેમેરા પોટ્રેટ, નાઇટ, વ્લોગ, સ્લો મોશન, ટાઇમ-લેપ્સ, પેનોરમા ડોક્યુમેન્ટ સ્કેન જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Infinix ના આ સ્માર્ટફોનને ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP65 રેટિંગ મળે છે. હેન્ડસેટનું ડાઇમેંશન163.1×77.4×7.2 એમએમ છે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી, યુએસબી ટાઇપ-સી, ઓટીજી સપોર્ટ, એફએમ રેડિયો અને કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. ડિવાઇસમાં ઇન્ફ્રારેડ બ્લાસ્ટર, ગાયરોસ્કોપ, કંપાસ, પ્રોક્સિમિટી સેન્સર અને લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન