Instagram rolls out new features: ઈન્સ્ટાગ્રામે પોતાના યૂઝર્સ માટે ત્રણ શાનદાર ફીચર્સ રજૂ કર્યા છે. પહેલું ફીચર Repost ઓપ્શન છે, જેના દ્વારા યૂઝર્સ પોતાના ફોલોઅર્સ અને મિત્રોની કન્ટેન્ટને સરળતાથી શેર કરી શકે છે. બીજું ફીચર ઇન્સ્ટાગ્રામ મેપ છે, જે સ્નેપચેટના મેપ ફીચર જેવું જ છે. આના દ્વારા તમે તે લોકેશન વિશે જાણી શકો છો અને જોઈ શકો છો કે તમારા મિત્રો ક્યાંથી કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છે. છેલ્લા અને ત્રીજા ઇન્સ્ટાગ્રામ ફીચરને Reel સેક્શનમાં Friends ટેબ નામથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સેક્સનમાં તમે તે વીડિયો જોઈ શકશો જે તમારા મિત્રો લાઇક કર્યા અને જેના પર તેમણે કોમેન્ટ કરી છે.
ઇન્સ્ટાગ્રામે આ અપડેટ્સને એક ઓફિશિયલ બ્લોગ પોસ્ટ દ્વારા જાહેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ ચીફ એડમ મોસેરી (Adam Mosseri) એ એક રીલ પોસ્ટ કરીને નવા ફીચર્સ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આ નવા ફીચર્સ તમામ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. આવો તમને જણાવીએ આ નવા ઇન્સ્ટાગ્રામ ફિઝર્સ વિશે.
ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ રિપોસ્ટ કરવી
Reposts ફીચર દ્વારા યૂઝર્સ હવે સરળતાથી પબ્લિક રીલ્સ અને ફિડ પોતાના મિત્રો સાથે આસાનીથી શેર કરી શકે છે. જ્યારે તમે કોઇ કન્ટેન્ટને રિપોસ્ટ કરો છો તો તે તમારા મિત્રો અને ફોલોઅર્સના ફીડ્સમાં દેખાશે. આ ઉપરાંત તમે જે કન્ટેન્ટને રિપોસ્ટ કર્યું છે તે તમારી પ્રોફાઇલ પર એક અલગ ટેબમાં દેખાશે, જેથી તમે સરળતાથી ગમે ત્યારે ફરી મુલાકાત લઇ શકો છો.
દરેક રિપોસ્ટમાં ઓટોમેટિક ઓરિજનલ ક્રિએટરને જ ક્રેડિટ મળે છે. કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આનો અર્થ એ છે કે હવે જો કોઈ તેમની રિલ અથવા પોસ્ટ શેર કરે છે તો તેમની પોસ્ટ વધુ યુઝર્સ સુધી પહોંચશે અને રિપોસ્ટ કરનાર ફોલોઅર્સને પણ દેખાશે, પછી ભલે તેઓ ડાયરેક્ટ કન્ટેન્ટ ક્રિએટરને ફોલો કરતા હોય કે નહીં. આ ફિચર્સ ક્રિએટર્સ માટે નવી સંભાવનાઓ ખોલશે અને પહોંચ વધારવામાં મદદ કરશે.
ઇન્સ્ટાગ્રામ મેપ્સનો ઉપયોગ કરીને મિત્રો સાથે જોડાયેલા રહો
ઇન્સ્ટાગ્રામના મેપ ફીચરમાં મિત્રો સાથે જોડાયેલા રહેવાની નવી અને સરળ રીત રજૂ કરવામાં આવી છે. જો તમે ઇચ્છો તો તમે તમારું લેટેસ્ટ લોકેશન અમુક લોકો સાથે શેર કરી શકો છો અને તેના પર તમારો સંપૂર્ણ કંટ્રોલ રહે છે. તમે ઇચ્છો ત્યારે તેને બંધ કરી શકો છો.
આ મેપ દ્વારા તમે દુનિયાભરની રસપ્રદ અને અનોખા લોકેશનથી શેર કરવામાં આવેલી તમારા મિત્રો અને મનપસંદ ક્રિએટર્સની પોસ્ટ્સ પણ એક્સપ્લોર શકો છો. તમે નવી મનોરંજક જગ્યાઓને એક્સપ્લોર કરવા માંગતા હોવ કે પછી માત્ર અપડેટ રહેવા માંગતા હોવ, આ ઇન્સ્ટાગ્રામ ફીચર કનેક્ટેડ રહેવાનો એક સરળ રસ્તો છે.
આ પણ વાંચો – Swift થી લઇને Brezza સુધી, ઓગસ્ટમાં મારુતિની આ કાર પર મળી રહ્યું છે 90 હજાર રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
તમને જણાવી દઈએ કે લોકેશન શેરિંગ એક સંપૂર્ણપણે વૈકલ્પિક સુવિધા છે. જો તમે તેને ચાલુ રાખવાનું નક્કી કરો છો, તો આ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે તે શીખો.
- તમે એ નક્કી કરી શકો છો કે કોણ તમારું લોકેશન જોઈ શકે. બધા મિત્રો, તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ, અથવા તમે કસ્ટમ મિત્રોની યાદી પણ બનાવી શકો છો.
- તમે અમુક લોકો અથવા પસંદ કરેલા વિસ્તારો માટે લોકેશન શેરિંગને બ્લોક કરી શકો છો.
- ઇનેબલ કર્યા બાદ જ્યારે તમે એપ લોન્ચ કરશો ત્યારે તમારું લોકેશન રિફ્રેશ થઇ જશે.
- તમે કોઈપણ સમયે તમારું લોકેશન શેર કરવાનો વિકલ્પ બંધ કરી શકો છો.
Friends ટેબમાં શું ખાસ છે?
ઇન્સ્ટાગ્રામનું Friends ફીચર Reels માં લોન્ચ કરવામાં આવેલું એકદમ નવું સેક્શન છે, જેના દ્વારા તમે તે પબ્લિક વિડિયોઝને એક્સપ્લોર કરી શકો છો, જેને તમારા મિત્રોએ લાઇક કે કોમેન્ટ કરી છે. આ ફીચર દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે જે લોકોને તમે ફોલો કરો છો તે કેવા પ્રકારનું કન્ટેન્ટ કન્ટેન્ટ જુએ છે અને લાઇક કરે છે.
Friends ને આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે હવે વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવી રહી છે. તેને ટેસ્ટ કરવા માટે Reels સેક્શનમાં ટોપ પર “Friends”ટેબ પર ટેપ કરો. પાછા સ્વિચ કરવા માંગો છો? તમારી સ્ટાન્ડર્ડ ફીડ પર પાછા ફરવા માટે ફક્ત Reels પર ટેપ કરો.





