/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Instagram-.jpg)
ઇન્સ્ટાગ્રામે હાલમાં તેના પ્લેટફોર્મ માટે એક નવા અપડેટની જાહેરાત કરી છે
Instagram Update: આજના સમયમાં મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ પણ યુઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે નવા ફિચર્સ લાવતું રહે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ માટે એક નવા અપડેટની જાહેરાત કરી છે, જેથી તમે કોઈપણ પબ્લિક પ્રોફાઇલમાંથી સ્ટોરીને રિશેયર કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે તમારા મિત્રો અથવા સેલિબ્રિટીની સ્ટોરીને રિશેયર કરી શકો છો, પછી ભલે તમને ટેગ કર્યા ન હોય.
આ સુવિધા અગાઉ ત્યારે જ ઉપલબ્ધ હતી જ્યારે ક્રિએટરે કોઇ યુઝરને @ લગાવીને મેન્શન કર્યું હોય. કોઇ સ્ટોરીને મેન્શન કર્યા વિના ફરીથી શેર કરવી ખૂબ જ મુશ્કેલ હતી. આ માટે યુઝર્સ સ્ક્રીનશોર્ટનો સહારો લેતા હતા, પરંતુ તેનાથી ક્વોલિટી ખરાબ થઇ જતી હતી. પરંતુ આ ફીચરના આવવાથી સ્ટોરી રિશેયર કરવી આસાન બની ગઈ છે.
કોઇને સ્ટોરીને પોતાની સ્ટોરીમાં રિશેયર કેવી રીતે કરવી?
ઇન્સ્ટાગ્રામે આ ફિચર્સની જાહેરાત કરવા માટે થ્રેડ્સની મદદ લીધી અને તે દરેક માટે રોલ આઉટ થઇ રહ્યું છે. જોકે તે તરત જ તમારા એકાઉન્ટમાં આવે, કારણ કે દરેક પાસે આ ફિચર આવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ એકવાર તમને તે મળી જાય પછી તમે બધી સ્ટોરીને રિશેયર કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
- સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોન અથવા આઇફોન પર ઇન્સ્ટાગ્રામ ખોલો.
- હવે તમે જે સ્ટોરી પર જાવ જે તમે રિશેયર કરવા માંગો છો.
- આ પછી તમે શેર બટન દબાવો અને ‘Add to your story’ વિકલ્પ પર ટેપ કરો.
- આ રીતે તમે સરળતાથી તમારી પ્રોફાઇલ પર સ્ટોરી રિશેયર કરી શકો છો.
આ પણ વાંચો - ન્યૂ કિયા સેલ્ટોસ લોન્ચ, જાણો શું છે અપડેટ્સ અને ક્યારથી શરુ થશે બુકિંગ
તમારી સ્ટોરી કોઇ રિશેયર ના કરે તે માટે શું કરવું ?
જો તમે ઇચ્છતા ન હો કે કોઈ તમારી સ્ટોરી રિશેયર કરે, તો તમે આ ફીચરને ડિસેબલ કરી શકો છો. તેને ડિસેબલ કરવું પણ એકદમ સરળ છે.
- સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સેટિંગ્સ પર જાઓ.
- અહીં શેરિંગ અને રીયુઝ પર ક્લિક કરો.
- હવે અહીં તમારે સ્ટોરી શેર વાળા ઓપ્શનને ઓફ કરી દેવાનું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us