iPhone 16 & iPhone 15 on Sale : જો તમે એપલ આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પછી એક શાનદાર તક છે. ક્રિસમસ અને નવા વર્ષ પહેલા એપલના બે બેસ્ટ સેલિંગ મોડલ્સને ભારતમાં ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આઇફોન 16 અને આઇફોન 15 ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે.
સૌથી મહત્વની વાત એ છે કે ડિસ્કાઉન્ટ પર એપલ આઇફોન ખરીદવા માટે તમારે કોઈ બેંક કાર્ડ અથવા કૂપનની જરૂર નથી. અમે તમને એપલ આઇફોન 16 અને આઇફોન 15 પર ઉપલબ્ધ ડીલ વિશે જણાવી રહ્યા છીએ.
આઇફોન 15 ઓફર કિંમત
આઇફોન 15 ની ડિઝાઇન શાનદાર છે અને તે સ્મૂથ આઇફોન અનુભવ ઓફર કરે છે. આ આઇફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 48 એમપી પ્રાઇમરી રિયર કેમેરા છે જેનાથી સારી ક્વોલિટીના ફોટા કેપ્ચર કરી શકે છે.
આ આઇફોનમાં રેટિના ક્લાસ ડિસ્પ્લે, આઇઓએસ ફિચર્સ અને શાનદાર બેટરી લાઇફ મળે છે. ઇ-કોમર્સ સાઇટ પર તાજેતરના ઘટાડા પછી 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 51,999 રૂપિયા છે. એટલે કે તમે ઘણા પૈસા ખર્ચ્યા વિના એપલની ઇકોસિસ્ટમનો ભાગ બની શકો છો.
જો તમે એક એવો આઇફોન ઇચ્છો છો જે બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા, કોલ્સ, કેમેરા જેવા રોજિંદા કાર્યોમાં વધુ સારું પ્રદર્શન કરે છે, તો આઇફોન 15 એક મજબૂત વિકલ્પ છે.
આઇફોન 16 ઓફર કિંમત
એપલે આઇફોન 16માં વધુ સારા ફીચર્સ આપ્યા છે. આ ડિવાઇસમાં નવું એ 18 ચિપસેટ છે જે વધુ સારી કાર્યક્ષમતા અને સરળ મલ્ટિટાસ્કિંગ ઓફર કરે છે.
આ મોડલમાં એપલે ડિઝાઇનને થોડી અપડેટ કરી છે. તેના રિયરના ભાગમાં વર્ટિકલ કેમેરા લેઆઉટ આપવામાં આવ્યું છે. આઇફોન 16 માં ફિઝિકલ મ્યુટ સ્વિચ નથી અને તેમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવા એક્શન બટન છે.
આ પણ વાંચો – વીવો અને વનપ્લસના ફ્લેગશિપ ફોનમાં ટક્કર, જાણો પાવરફુલ ફિચર્સ વાળો કયો ફોન છે બેસ્ટ
કેમેરા વિશે વાત કરીએ તો આઇફોન 16 માં 48 એમપી પ્રાઇમરી કેમેરા છે પરંતુ તેમાં મેક્રો કેપેબિલિટી, અલ્ટ્રા-વાઇડ લેન્સ પર ઓટોફોકસ અને એક અલગ કેમેરા કંટ્રોલ બટન છે. આઇફોન 16માં બેટરી એફિશિયન્સી પણ વધુ સારી છે. એપલે દાવો કર્યો છે કે ફોનમાં 22 કલાકનો વીડિયો પ્લેબેક મળે છે જ્યારે આઇફોન 15 માં 20 કલાકનો દાવો કરવામાં આવ્યો હતો.
આઇફોન 16 નવા ચિપસેટ સાથે ‘એપલ ઇન્ટેલિજન્સ’ ફિચર્સને પણ સપોર્ટ કરે છે. એકંદરે આઇફોન 16 વધારે સ્મૂથ પર્ફોમન્સ, લાંબી બેટરી લાઇફ ઓફર કરે છે.
બંને મોડલ હાલમાં ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર 60,000 રૂપિયાથી ઓછી કિંમતમાં વેચવામાં આવી રહ્યા છે. આઇફોન 16 નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 57,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે 128 જીબી સ્ટોરેજ સાથેના આઇફોન 15 ને 51,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
કયો આઇફોન તમારા માટે યોગ્ય છે?
જો તમે એક નવું અને ભવિષ્યના હિસાબે શાનદાર આઇફોન ઇચ્છો છો જે ફાસ્ટ ચાલે, લાંબા સમય સુધી ટકે અને નવા એપલ ફિચર્સને સપોર્ટ કરે તો આઇફોન 16 શાનદાર વિકલ્પ છે.
જો તમારું બજેટ સિમિત છે અને વધુ ખર્ચ કર્યા વિના વિશ્વસનીય, સોલિડ આઇફોન ઇચ્છો છો તો આઇફોન 15 હજી પણ એક પ્રેક્ટિકલી પસંદગી છે. એકંદરે લોંગ ટર્મ વેલ્યૂ અને પર્ફોમન્સ માટે આઇફોન 16 અને બજેટ ફ્રેન્ડલી માટે આઇફોન 15 એક સારો ઓપ્શન છે.





