iPhone 16 ને 10,000 રુપિયાની છૂટ પર ખરીદવાની તક, જાણો ક્યાં મળી રહે છે આ ડીલ

iPhone 16 Price cut: એપલ પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 17 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ આગામી આઈફોન 17 લોન્ચ થતા પહેલા કંપનીએ હાલના આઈફોન 16ની કિંમતમાં ઘટાડો કર્યો છે

Written by Ashish Goyal
July 07, 2025 20:21 IST
iPhone 16 ને 10,000 રુપિયાની છૂટ પર ખરીદવાની તક, જાણો ક્યાં મળી રહે છે આ ડીલ
આઇફોન 16ને ખરીદવાની સારી તક છે

iPhone 16 Price cut: એપલ પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 17 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ આગામી આઈફોન 17 લોન્ચ થતા પહેલા કંપનીએ હાલના આઈફોન 16ની કિંમતમાં ઘટાડો કર્યો છે. જો તમે એપલનો નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને સારી ડીલની રાહ જોઈ રહ્યા છો, તો ચોમાસાની સિઝનમાં તમને જોરદાર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આઇફોન 16ને ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન-ફ્લિપકાર્ટ પર શાનદાર બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. જો તમે પણ આઇફોન 17 પહેલા આઇફોન 16 સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે એમેઝોન તરફ વળી શકો છો.

આઇફોન 16 ડીલ: એમેઝોન પર ધમાકેદાર ઓફર

iPhone 16નું 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ સ્માર્ટફોનને 66,500 રૂપિયામાં ખરીદી શકાશે. એમેઝોન ફોન પર 6,900 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. બેંક ઓફર્સ સાથે આ ડીલ વધુ સારી બને છે. એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી હેન્ડસેટને 2500 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ બેંક જેવી અન્ય બેંકો પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આઇફોન 16 સ્માર્ટફોનને વ્હાઇટ, બ્લેક, પિંક, ટીલ અને અલ્ટ્રામરીન કલરમાં ખરીદવાની તક છે.

શું મારે હવે આઇફોન 16 ખરીદવો જોઈએ?

સામાન્ય રીતે આગામી આઇફોન મોડલોમાં નવા ફીચર્સ ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ હાલના આઇફોન મોડલોની ઉપયોગિતા પણ યથાવત્ રહે છે. આઇફોન 16 હજુ પણ એક સરસ વિકલ્પ છે અને બજારમાં ઘણા ફીચર-સમૃદ્ધ એન્ડ્રોઇડ ફ્લેગશિપ્સને સખત સ્પર્ધા આપે છે.

આઇફોન 16 ફિચર્સ

આઇફોન 16 સ્માર્ટફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર OLED ડિસ્પ્લે છે જે 2556×1179 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 460ppi અને રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ છે. આ હેન્ડસેટમાં નવી Apple A18 ચિપ આપવામાં આવી છે. આ આઇફોનમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8જીબી રેમ સાથે 128જીબી, 256જીબી અને 512જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – આ નવી ગિયર વાળી ઇ-મોટરસાઇકલ ફક્ત 25 પૈસાના ખર્ચમાં 1 કિમી દોડશે, 172 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

ફોટોગ્રાફી માટે ફોનમાં એપર્ચર એફ/1.6 અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને એપર્ચર એફ/2.2 સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ આઇફોનમાં એક્શન બટન પણ આપવામાં આવ્યું છે. ફોટો અને વીડિયો એડજસ્ટમેન્ટ માટે ફોનમાં નવું કેમેરા કંટ્રોલ બટન આપવામાં આવ્યું છે.

આઇફોન 16માં 5G, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આઇફોન 16 સ્માર્ટફોનમાં હીટ ડિસેપેશન માટે શાનદાર થર્મલ ડિઝાઇન છે. ડિવાઇસ ડસ્ટ અને પાણી રેજિસ્ટેંટ માટે આઇપી 68 સાથે આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ