ભારતમાં આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સની કિંમત કેટલી હશે? લોન્ચ પહેલા કિંમત લીક

iPhone 17 સિરીઝ કિંમત લીક : એપલ આ વર્ષે પોતાની નવી iPhone 17 સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે એપલ આ વખતે આગામી આઇફોન 17 સીરીઝમાં કેટલાક નવા મોડલ લોન્ચ કરી શકે છે

Written by Ashish Goyal
July 15, 2025 16:07 IST
ભારતમાં આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સની કિંમત કેટલી હશે? લોન્ચ પહેલા કિંમત લીક
iPhone 17 Series Timeline Leaked : એપલ આ વર્ષે પોતાની નવી iPhone 17 સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે

iPhone 17 Series Timeline Leaked : એપલ આ વર્ષે પોતાની નવી iPhone 17 સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે એપલ આ વખતે આગામી આઇફોન 17 સીરીઝમાં કેટલાક નવા મોડલ લોન્ચ કરી શકે છે. આગામી શ્રેણીમાં બેઝ આઇફોન 17, નવી ડિઝાઇન વાળો આઇફોન 17 એર અને આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ સ્માર્ટફોન લોન્ચ થવાની સંભાવના છે. નેક્સ્ટ-જનરેશન આઇફોન સિરીઝમાં કેટલાક નવા હાર્ડવેર અપગ્રેડ મળશે. આ ડિવાઇસને વધુ સારા દ્રશ્ય અનુભવ માટે 120 હર્ટ્ઝ OLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરી શકાય છે.

આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ લોન્ચની તારીખ

જો કંપની તેના નિયમિત શેડ્યૂલને અનુસરે છે તો એપલ આઇફોન 17 સિરીઝ 8 અથવા 9 સપ્ટેમ્બર 2025 ના રોજ લોન્ચ કરવામાં આવશે. પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બર (શુક્રવાર) થી શરૂ થઈ શકે છે. એક અઠવાડિયા પછી 19 સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સત્તાવાર ઇન-સ્ટોર લોન્ચ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આઇફોન 16ને 9 સપ્ટેમ્બર, 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેનું વેચાણ 20 સપ્ટેમ્બરે શરૂ થયું હતું. આઇફોન 15ને કંપનીએ 12 સપ્ટેમ્બર, 2023ના રોજ રજૂ કર્યો હતો અને તેનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં એપલ પોતાના ફોનના રિલીઝ શેડ્યૂલમાં ખાસ ફેરફાર કરતી નથી. જોકે કંપનીએ હજુ સુધી આઇફોન 17ના ઓફિશિયલ લોન્ચિંગની જાહેરાત કરી નથી.

આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સની લોન્ચ કિંમત

અહેવાલો અનુસાર આઇફોન 17 પ્રો મેક્સને સપ્ટેમ્બરમાં 1,64,990 રૂપિયાની ઊંચી કિંમતે લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ કિંમત ગત વર્ષે લોન્ચ થયેલા iPhone 16 Pro Max કરતા ઘણી વધારે છે. જો આ રિપોર્ટ સાચો છે તો તેનો અર્થ એ છે કે એપલ ગ્રાહકોને આ વખતે પ્રીમિયમ વેરિએન્ટ માટે વધુ ચૂકવણી કરવી પડશે.

આ પણ વાંચો – ટાટાએ આપી ખુશખબરી, આ 2 ઇલેક્ટ્રિક કાર પર હવે લાઇફટાઇમ બેટરી વોરંટી મળશે

કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં ધીમી માંગ અને યુએસ ટેરિફની ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે ભાવ વધારાને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે, જોકે આ આંકડાને વેરિફાઇ કરવામાં આવ્યા નથી. નિશ્ચિત થાય તે પહેલાં આપણે સત્તાવાર નિવેદનની રાહ જોવી પડશે.

આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ કેમેરા

રિપોર્ટ્સ અનુસાર આ વખતે એપલ આઇફોન 17 પ્રોમાં રિયર પર સ્લીક હોરિઝોન્ટલ કેમેરા બાર આપી શકે છે, જે ડિવાઇસને નવો લુક આપશે. એપલ આ વખતે એક ડિસ્ટિંક્ટિવ મિનિમલિસ્ટ ટચ સાથે નવી ડિઝાઇન ઓફર કરે તેવી અપેક્ષા છે. જોકે આ ડિઝાઇન ગૂગલ પિક્સલ ફોનથી પ્રેરિત છે. કેટલાક રિપોર્ટ્સમાં સંકેત આપવામાં આવ્યા છે કે એપલ તેના ફોનમાં વર્ટિકલ કેમેરા સેટઅપ આપી શકે છે, જ્યારે અન્ય અહેવાલો સૂચવે છે કે ફોનના પાછળના ભાગમાં લેન્સને પિલ-શેપ મોડ્યુલમાં આપવામાં આવશે.

આ રિપોર્ટથી જાણ થાય છે કે ફ્રન્ટ ફેસિંગ સેલ્ફી કેમેરાને આ વખતે મોટું અપગ્રેડ મળશે. એપલ આ વખતે ફ્રન્ટ કેમેરાને 12 મેગાપિક્સલની જગ્યાએ 24MPમાં બદલી શકે છે. એપલ 3 અપગ્રેડેડ 48MP કેમેરા (વાઇડ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફિટો) પ્રદાન કરે તેવી અપેક્ષા છે, જે ફોટા અને વીડિયો બંનેમાં મોટું એડવાન્સમેન્ટ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ