iPhone 17 Pro પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર સાથે આટલા રુપિયામાં ખરીદવાની તક

iPhone 17 Pro Discount: જો તમે આઇફોન 17 પ્રો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક છે. આ આઇફોનને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે

iPhone 17 Pro Discount: જો તમે આઇફોન 17 પ્રો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક છે. આ આઇફોનને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
iPhone 17 Pro Discount

iPhone 17 Pro Discount : આઇફોન 17 પ્રો ડિસ્કાઉન્ટ ઓફર

iPhone 17 Pro Discount: જો તમે આઇફોન 17 પ્રો ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક છે. આ આઇફોનને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ ફોન એમેઝોન પરથી જૂના ડિવાઇસની ખરીદી પર 85,500 રૂપિયા સુધી ખરીદી શકાય છે. એક્સચેન્જની વેલ્યૂ ડિવાઇસની કંડીશન પર આધારિત છે. બેંક અને એક્સચેન્જ ઓફર્સ સાથે આઈફોન 17 પ્રો ને 85,500 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

Advertisment

આઇફોન 17 પ્રો ઓફર

એપલના લેટેસ્ટ આઇફોન 17 પ્રો ના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 1,34,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આઇફોન 17 પ્રો સ્માર્ટફોનને જૂના ફોનના એક્સચેન્જ પર 49,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ વેલ્યૂ ડિવાઇસ મોડલ, કંડીશન, ડિલિવરી પિનકોડ પર નિર્ભર કરે છે. આ સિવાય પસંદગીના બેંક કાર્ડ્સ સાથે હેન્ડસેટ પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

આઇફોન 17 પ્રો ડિસ્પ્લે

આઇફોન 17 પ્રો સ્માર્ટફોનમાં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે HDR 10 ને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ડિવાઇસ આઉટડોર ઉપયોગ માટે પીક બ્રાઇટનેસને 3000 નિટ્સ સપોર્ટ કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આંગળીઓના નિશાન પડવાથી રોકવા પર સ્ક્રીન પર oleophobic કોટિંગ મળે છે. સ્માર્ટફોનનું કોમ્પેક્ટ સાઇઝ શાનદાર છે.

આ પણ વાંચો - મોટોરોલાએ 5200mAh બેટરી અને 50MP કેમેરા વાળો દમદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો ફિચર્સ

Advertisment

આઇફોન 17 પ્રો પ્રોસેસર

આઇફોન 17 પ્રો માં A19 Pro Bionic ચિપસેટ છે જે ટીએસએમસીની 3nm ફેબ્રિકેશન પ્રક્રિયા પર આધારિત છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ડિવાઇસની સ્ટોરેજ 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ દ્વારા વધારી શકાય છે.

આઇફોન 17 પ્રો સિરીઝમાં ત્રણ સેન્સર મળે છે. સ્માર્ટફોનમાં 48MP પ્રાઇમરી રિઅર કેમેરા અને 48MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 48MP ટેલિફોટો સેન્સર સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. અલ્ટ્રાવાઇડ સેન્સર 8x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે. આ આઇફોનમાં 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

એપલ આઇફોન ટેકનોલોજી બિઝનેસ