iPhone 17 Pro ની કિંમતમાં ઘટાડો, પ્રથમ વખત એપલના નવા આઇફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ

iPhone 17 Pro Discount : આઇફોન 17 પ્રો ના 256 જીબી સ્ટોરેજ વાળા બેઝ વેરિઅન્ટની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન ડીપ બ્લુ, કોસ્મિક ઓરેન્જ અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડથી ડિસ્કાઉન્ટ પર લઈ શકાય છે

Written by Ashish Goyal
Updated : October 22, 2025 16:18 IST
iPhone 17 Pro ની કિંમતમાં ઘટાડો, પ્રથમ વખત એપલના નવા આઇફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ
iPhone 17 Pro Discount : આઈફોન 17 પ્રો ડિસ્કાઉન્ટ

iPhone 17 Pro Discount : એપલનો પ્રીમિયમ આઇફોન iPhone 17 Pro તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે જેમનું બજેટ થોડું વધારે છે. આ વર્ષે નવી ડિઝાઇન સાથે આવેલા iPhone 17 Pro અને iPhone 17 Pro Max તેના બોલ્ડ કલર ઓપ્શન્સ અને નવી કેમેરા સિસ્ટમને કારણે ઘણી ચર્ચામાં છે. જોકે આ નવો આઇફોન હજી સુધી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. પરંતુ કેટલીક બેંકો આ વર્ષે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આઇફોન 17 પ્રો ને શાનદાર ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરી રહી છે.

દિવાળી શોપિંગ રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે, પરંતુ વિજય સેલ્સ પર પાર્ટનર બેંકો દ્વારા 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે આ ઓફર્સ થોડા મહિના પહેલા આઇફોન 16 પ્રો મેક્સ પર મળેલી ભારે ડિસ્કાઉન્ટ જેટલી મોટી નથી. જોકે છતા આ ભાવમાં ઘટાડો ઘણા ગ્રાહકોને આ પ્રીમિયમ ફોન્સ પર ખર્ચ કરવા માટે લલચાવી શકે છે.

વિજય સેલ્સ પર આઇફોન 17 પ્રો ડિસ્કાઉન્ટ

આઇફોન 17 પ્રો ના 256 જીબી સ્ટોરેજ વાળા બેઝ વેરિઅન્ટની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન ડીપ બ્લુ, કોસ્મિક ઓરેન્જ અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ઘણી બેંકોના ક્રેડિટ કાર્ડથી ડિસ્કાઉન્ટ પર લઈ શકાય છે.

  • ICICI Bank ક્રેડિટ કાર્ડ નોન-ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 5000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

  • એસબીઆઈ ગ્રાહક પોતાના બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા નો-કોસ્ટ ઇએમઆઈ ટ્રાન્ઝેક્શનનો વિકલ્પ પસંદ કરવા પર 4000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

  • IDFC FIRST Bank ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ દ્વારા આઈફોન 17 પ્રો ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ (10,000 રૂપિયા સુધી) છૂટ મળી જશે.

જો તમારી પાસે સંબંધિત બેંક કાર્ડ છે, તો તમે આઇફોન 17 પ્રો (256 જીબી બેઝ વેરિઅન્ટ) 1,24,990 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફર્સનો વિકલ્પ પસંદ કરો છો અથવા પોતાનો જૂનો ફોન કોઇ થર્ડ પાર્ટી રીસેલર (જેમ કે Cashify) દ્વારા વેચો છો તો તમે તમારા કુલ ખર્ચને વધુ ઘટાડી શકો છો.

આ પણ વાંચો – ટોયોટા FJ ક્રુઝરથી પડદો ઉંચકાયો, ડિઝાઇનથી લઇને ફિચર્સ ડિટેલ્સ, જાણો બેબી લેન્ડ ક્રુઝર ક્યારે લોન્ચ થશે

જૂના આઇફોન મોડલો ઉપર પણ ડિસ્કાઉન્ટ

જો આઇફોન 17 પ્રો બેંક ડિસ્કાઉન્ટ પછી પણ તમારા બજેટની બહાર છે તો તમે સસ્તા ભાવે જૂના આઇફોન મોડેલો ખરીદવાનું વિચારી શકો છો.

આઇફોન 15 (128 જીબી) પર હવે 28% મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેની એમઆરપી 69,900 રૂપિયા છે પરંતુ હવે તેને માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

જ્યારે આઇફોન 16 હવે ફ્લિપકાર્ટ પર માત્ર 69,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્રો મોડેલના ફિચર્સ ઇચ્છતા યુઝર્સ માટે, આઇફોન 16 પ્રો વિજય સેલ્સ પર 1.05 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ