iPhone 17e Launch: શું તમે એપલ આઇફોન 17 સિરીઝ મોંઘી કિંમતના કારણે ખરીદી શકતા નથી તો કોઇ વાંધો નહીં. હવે તમારા માટે ટૂંક સમયમાં એક સારા સમાચાર આવી શકે છે. અહેવાલો અનુસાર iPhone 17 Series નું પાંચમું વેરિઅન્ટ 2026 ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. આ વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ આઇફોન 17 કરતા ઘણું સસ્તું હોઈ શકે છે. આ મોડલને iPhone 17e (economy Version) નામ આપી શકાય છે. તે iPhone 16e જેવું જ હોવાની અપેક્ષા છે અને તેની કિંમત ઓછી હશે.
આઇકોનિક iPhone SE Series ના અપગ્રેડ વેરિઅન્ટ તરીકે આવેલા iPhone 16e થોડા મહિના પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે તે iPhone 17e નો વારો છે. ઇન્ડસ્ટ્રી ઇનસાઇડર્સનું માનવું છે કે આઇફોન 17 સિરીઝના આ મોડલને A19 ચિપનું લો-એન્ડ વર્ઝન મળી શકે છે. જ્યારે અપગ્રેડ હેઠળ તેમાં એક દમદાર કેમેરોઆપી શકાય છે. જ્યારે તેમાં બાકીના ફિચર્સ iPhone 16e જેવા જ હશે જેથી ડિવાઇસની કિંમત ઓછી રાખી શકાય.
ઉલ્લેખનીય છે કે અત્યારે Apple iPhone 16e નું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 47,990 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.
iPhone 17e: શું છે નવી માહિતી?
ગ્રાહકોને સસ્તા વિકલ્પો પ્રદાન કરવા માટે આઇફોન 17 ઇને એપલની હાલની આઇફોન શ્રેણીમાં લાવવામાં આવે તેવી અપેક્ષા છે. આ માટે એપલ હાલના મોલ્ડસ અને મશીનરીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરશે જેથી કોસ્ટને સિમિત રાખી શકાય. આ સિવાય કંપોનેંટ્સને ફરીથી ઉપયોગ થવાની પણ અપેક્ષા છે.
iPhone 17e સંભવિત લોન્ચ તારીખ
વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે iPhone 17e ને 2026 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. આઇફોન 16 ઇ ની જેમ કંપની આ નવો હેન્ડસેટ ફેબ્રુઆરી અને માર્ચ 2026 ની વચ્ચે લોન્ચ કરી શકે છે. આ લોન્ચ સાથે તે પણ પુષ્ટિ થશે કે એપલ બજેટ-કેન્દ્રિત આઇફોન માટે પ્રતિબદ્ધ છે અને કંપની પ્રથમ વખત આઇફોન ખરીદનારાઓને ધ્યાનમાં રાખીને દર વર્ષે એન્ટ્રી-લેવલ મોડેલને રિફ્રેશ કરવા માંગે છે.
આ પણ વાંચો – રિયલમીએ લોન્ચ કર્યો યૂનિક ડિઝાઇન વાળો સ્માર્ટફોન, કલર બદલે છે બેક પેનલ, જાણો કિંમત અને ફિચર્સ
iPhone 17e સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
iPhone 17e માં એપલ ઓએલઇડી ડિસ્પ્લે ઓફર કરી શકે છે જે ફેસ આઈડી સેન્સર માટે વિશાળ નોચ કટઆઉટ આપવામાં આવશે. અહેવાલો અનુસાર આઇફોન 17 ઇ સ્માર્ટફોનમાં 6.1 ઇંચની કોમ્પેક્ટ ઓએલઇડી ડિસ્પ્લે હશે જે 60 હર્ટ્ઝનો સ્ટાન્ડર્ડ રિફ્રેશ રેટ આપશે.
આઇફોન 16 ઇ ની જેમ iPhone 17e ના A19 ચિપમાં જીપીયુ કોરની સંખ્યાને એક ઘટાડી શકે છે, જેથી ગ્રાફિકલ પ્રદર્શનની સીમી તકનીકી રીતે ઘટીને 4-કોર જીપીયુ રહી જશે છે. જોકે A19 ચિપનું સામાન્ય પર્ફોમન્સ અપગ્રેડ A18 ચિપની તુલનામાં પ્રોસેસિંગ સ્પીડ અને એઆઈ એપ્લિકેશનમાં એક મોટી લીડ મેળવશે. એપલના આ વેરિઅન્ટમાં 8 જીબી સ્ટાન્ડર્ડ રેમનો વિકલ્પ મળી શકે છે.
બાકીના સ્પેક્સ અને ફિચર્સ માટે iPhone 17e માં સિંગલ 48 એમપી રીઅર કેમેરા, જૂનો 12 એમપી ફ્રન્ટ કેમેરા આપી શકાય છે. આ ડિવાઇસમાં iPhone 14 જેવો બોક્સી એસ્થેટિક્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બો આપી શકાય છે.