/indian-express-gujarati/media/media_files/2026/01/23/iphone-17e-launch-soon-2026-01-23-17-59-53.jpg)
iPhone 17e launch Soon : આઇફોન 17e ટૂંક સમયમાં લોન્ચ થશે
iPhone 17e launch Soon : એપલ પોતાની iPhone 17 Series માં એક નવો બજેટ-ફ્રેન્ડલી ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. iPhone 17e ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. આગામી એપલ આઇફોન કંપનીના આઇફોન 16e નું અપગ્રેડેડ વર્ઝન હશે. નવા સસ્તા હેન્ડસેટ સાથે કંપનીનું લક્ષ્ય એવા યુઝર્સ છે જે ઓછી કિંમતે આઇફોનનો અનુભવ ઇચ્છે છે. ભારતમાં સતત વધતી જતી માંગને જોતાં આઇફોન 17e એપલ માટે એક મહત્વપૂર્ણ પ્રોડક્ટ બની શકે છે.
આઇફોન 17e ક્યારે લોન્ચ થઈ શકે છે?
જોકે એપલે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ અહેવાલો સૂચવે છે કે આગામી આઇફોન 17e નું માસ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. આનો અર્થ એ છે કે લોન્ચ હવે બહુ દૂર નથી. જો તમે એપલની અગાઉની પેટર્ન જુઓ છો, તો આગામી આઇફોન 17e ફેબ્રુઆરી અથવા માર્ચ 2026માં લોન્ચ થઈ શકે છે.
પર્ફોમન્સ અને ડિસ્પ્લે અપગ્રેડ
આઇફોન 17e ની બીજી સૌથી મોટી વિશેષતા તેમાં મળનાર A19 પ્રોસેસર હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ જ ચિપસેટ આઇફોન 17 સિરીઝમાં આપવામાં આવી છે. જો આવું થાય છે તો લાંબા ગાળાના સોફ્ટવેર સપોર્ટ સાથે યુઝર્સને આ અફોર્ડેબલ આઇફોન સાથે સોશિયલ મીડિયા, સ્ટ્રીમિંગ અને ગેમિંગ અનુભવ શાનદાર મળશે.
આગામી ફોનમાં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે મળવાની અપેક્ષા છે. નવા ફોનમાં જૂની એલસીડી સ્ક્રીનના મુકાબલે વધુ સારા કલર અને બ્રાઇટનેસ મળી શકે છે. બીજો મોટો ફેરફાર એ છે કે હેન્ડસેટમાં જૂની નોચ ડિઝાઇનને બદલે Dynamic Island ફિચર્સ આવી શકે છે. આ ફિચર્સ સાથે આવતો ફોન વધારે મોર્ડન લાગશે અને એપલના પ્રીમિયમ મોડલ જેવી ફિલ આપશે.
કેમેરા અને ચાર્જિંગ ફિચર્સમાં ફેરફાર
કેમેરાની વાત કરીએ તો, આઇફોન 17e સ્માર્ટફોનમાં અગાઉના મોડલની જેમ જ 48 એમપી રિઅર કેમેરા હોઈ શકે છે. જોકે એપલ આ વખતે ફ્રન્ટ કેમેરામાં સુધારો કરી શકે છે અને નવા ડિવાઇસમાં 18 એમપી કેમેરા ઓફર કરી શકે છે. આ કેમેરાથી તમને વધુ સ્પષ્ટ સેલ્ફી અને વધુ સારી વીડિયો કોલ ક્વોલિટી મળશે.
આ પણ વાંચો - 200MP કેમેરાવાળો Redmi Note 15 Pro સ્માર્ટફોન આ તારીખે ભારતમાં લોન્ચ થશે, જાણો શું છે ખાસ
એવા અહેવાલો પણ છે કે એપલ આખરે ‘e’ Series માં MagSafe ચાર્જિંગ આપી શકે છે. જો આવું થાય છે તો યુઝર્સ હાયર-એન્ડ આઇફોનની જેમ મેગ્નેટિક ચાર્જર અને એસેસરીઝનો ઉપયોગ કરી શકશે.
ભારતમાં iPhone 17e ની કિંમત શું હોઇ શકે છે?
આઇફોન 17e ને ભારતમાં અગાઉના આઇફોન 16e જેટલી કિંમતે લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આઇફોન 16 e ને ભારતમાં લગભગ 59,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો અને એપલ પણ આ જ કિંમતે નવો ફોન ઓફર કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us