iPhone 18 Pro Leak: કેમેરા સાથે બદલાશે નવા આઈફોનનો અંદાજ, જાણો લીકમાં શું-શું માહિતી સામે આવી

iPhone 18 Pro Leak: આગામી આઇફોન સાથે જોડાયેલી માહિતી હવે ઓનલાઇન લીક થવા લાગી છે. નવી લીક મુજબ આઇફોન 18 સિરીઝની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. પ્રો વર્ઝનને મોટા કેમેરા અપગ્રેડ અને નવો ચિપસેટ મળવાની અપેક્ષા છે

iPhone 18 Pro Leak: આગામી આઇફોન સાથે જોડાયેલી માહિતી હવે ઓનલાઇન લીક થવા લાગી છે. નવી લીક મુજબ આઇફોન 18 સિરીઝની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. પ્રો વર્ઝનને મોટા કેમેરા અપગ્રેડ અને નવો ચિપસેટ મળવાની અપેક્ષા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Apple iPhone 18 Pro Leak

Apple iPhone 18 Pro Leak : આઇફોન 18 પ્રો ડિઝાઇન અને કેમેરા લીક

Apple iPhone 18 Pro Leak : એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં તેની ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરે છે. નવો આઇફોન 18 પ્રો હવે સપ્ટેમ્બર 2026 માં રજૂ થવાની ધારણા છે. આગામી આઇફોન સાથે જોડાયેલી માહિતી હવે ઓનલાઇન લીક થવા લાગી છે. નવી લીક મુજબ આઇફોન 18 સિરીઝની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. પ્રો વર્ઝનને મોટા કેમેરા અપગ્રેડ અને નવો ચિપસેટ મળવાની અપેક્ષા છે. નેક્સ્ટ જનરેશન આઇફોન 18 પ્રો વિશે અત્યાર સુધી શું-શું માહિતી સામે આવી છે. ચાલો જાણીએ.

Advertisment

આઇફોન 18 પ્રો માં અપગ્રેડ પરફોર્મન્સ મળશે

આઇફોન 18 પ્રો ને વધુ સારું પર્ફોમન્સ મળવાની અપેક્ષા છે. આગામી મોડલ્સમાં A20 Series ની ચિપ મળી શકે છે, જેને લઇને માહિતી છે કે તેને કટિંગ-એજ 2-નેનોમીટર પ્રક્રિયા પર મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ-જનરેશન ચિપ સાથે સ્પીડ અને પાવર એફિશિયેન્સીમાં વધુ બૂસ્ટ મળવાની અપેક્ષા છે. આગામી એપલ આઇફોન પ્રો વેરિઅન્ટમાં એફિશિએંટ C2 મોડમ આપી શકાય છે, જે નેટવર્ક કનેક્ટિવિટી અને બેટરી સ્થિરતામાં સુધારો કરવાની અપેક્ષા છે.

આઇફોન 18 વધુ સારી ફોટોગ્રાફી આપશે

એપલે આઇફોન 17 સિરીઝના કેમેરા અપગ્રેડેશનમાં મોટો ફેરફાર કર્યો છે. આવતા વર્ષે આવનાર આઇફોન 18 પ્રો માં પણ મોટું અપગ્રેડ થવાની અપેક્ષા છે. વેરિયેબલ એપરચર ટેકનોલોજી પ્રો મોડલોમાં ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ આઇફોન 18 ને વર્તમાન આઇફોન 17 જેવું જ કેમેરા સેટઅપ આપી શકાય છે. આગામી ફોનમાં 48 એમપી પ્રાઇમરી અને 48 એમપી અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવી શકે છે અને બંનેને વધુ સારી ઇમેજ પ્રોસેસિંગ મળશે. આગામી આઇફોન 18 પ્રો ના કેમેરા એપમાં પણ મોટા અપગ્રેડ થઇ શકે છે.

આ પણ વાંચો - iPhone 17 Pro પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર સાથે આટલા રુપિયામાં ખરીદવાની તક

Advertisment

આઇફોન 18માં મળશે નવી ડિસ્પ્લે ડિઝાઈન

2017 થી એપલ આઇફોનમાં FaceID ફિચર આપવામાં આવી રહ્યું છે. પહેલા ડિસ્પ્લે નોચ, પછી ડાયનેમિક આઇલેન્ડ અને હવે પિલ શેપ કટઆઉટમાં આ ફિચર મળે છે. iPhone 18 Series સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એપલ ડાયનેમિક આઇલેન્ડનું કદ ઘટાડશે અને FaceID ને ડિસ્પ્લેની નીચે લગાવશે. ડિસ્પ્લે પર ફક્ત કેમેરાને કટઆઉટ તરીકે દેખાડવાથી આઇફોનનું ફોરહેડ (નોચ વાળો ભાગ) UI એલિમેંટ્સ માટે વધારે જગ્યા ખાલી કરી શકે છે, જેનાથી વ્યૂઈંગ અનુભવમાં વધારે સુધારો થશે.

આઇફોન 18 ક્યારે થઇ શકે છે લોન્ચ?

આઇફોન 18 સિરીઝને આઇફોન 17 સિરીઝ કરતા અલગ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. લીકમાં ખુલાસો થયો છે કે એપલ સપ્ટેમ્બર 2026 માં iPhone 18 Pro, iPhons 18 Pro Max અને iPhone Air 2 થી પડદો ઉઠાવશે. માર્ચ 2027માં એપલ બે સસ્તા મોડલ, આઇફોન 18 અને આઇફોન 18e લોન્ચ કરી શકે છે જેથી નવા વિત્તીય વર્ષનાં વેચાણમાં તેજી આવી શકે.

એપલ આઇફોન ટેકનોલોજી બિઝનેસ