ભારતીય કંપનીએ લોન્ચ કર્યો સસ્તો 5G ફોન, 10 હજાર રુપિયાથી ઓછી કિંમત, જાણો ફિચર્સ

Lava Blaze Dragon 5G Price in India : લાવા બ્લેઝ ડ્રેગન 5G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમે તેને 1 ઓગસ્ટથી Amazon પરથી ખરીદી શકો છો

Written by Ashish Goyal
July 25, 2025 18:44 IST
ભારતીય કંપનીએ લોન્ચ કર્યો સસ્તો 5G ફોન, 10 હજાર રુપિયાથી ઓછી કિંમત, જાણો ફિચર્સ
Lava Blaze Dragon 5G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો (તસવીર - લાવા)

Lava Blaze Dragon 5G Price in India: Lava Blaze Dragon 5G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 5000mAh બેટરી છે. આ હેન્ડસેટ 50MP પ્રાઇમરી કેમેરા સેટઅપ સાથે આવે છે, જે AI ફીચર્સથી સજ્જ છે. કંપનીએ ફ્રન્ટમાં 8MP સેલ્ફી કેમેરા આપ્યો છે.

આ હેન્ડસેટ બજેટ કિંમતે આવે છે. કંપનીએ તેને 10,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Android 15 સાથે આવે છે, જેને કંપની બે વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ આપશે.

લાવા બ્લેઝ ડ્રેગન 5G કિંમત અને સેલ તારીખ

કંપનીએ લાવા બ્લેઝ ડ્રેગન 5G 9999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. તમે તેને બે કલર ઓપ્શન ગોલ્ડન મિસ્ટ અને મિડનાઇટ મિસ્ટમાં ખરીદી શકો છો. તમે તેને 1 ઓગસ્ટથી Amazon પરથી ખરીદી શકો છો. ગ્રાહકોને 1000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મળશે. કંપની 1000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. ગ્રાહકો ફ્રી સર્વિસ એટ હોમનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો – Zelio એ ગ્રેસી+ ફેસલિફ્ટ સ્કૂટર લોન્ચ કર્યું, મળશે 6 બેટરી ઓપ્શન, જાણો કિંમત અને ફિચર્સ

લાવા બ્લેઝ ડ્રેગન 5G ફિચર્સ

Lava Blaze Dragon 5G માં 6.74-ઇંચ HD+ ડિસ્પ્લે છે, જે 2.5D ડિસ્પ્લે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ અને 450 Nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 4GB LPDDR4x RAM મળે છે. ફોનમાં 128GB UFS 3.1 સ્ટોરેજ મળે છે. આ ડિવાઇસ વર્ચ્યુઅલ રેમને પણ સપોર્ટ કરે છે.

ઓપ્ટિક્સની વાત કરીએ તો, તેમાં 50MP AI સપોર્ટેડ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જ્યારે કંપનીએ ફ્રન્ટ પર 8MP સેલ્ફી કેમેરા આપ્યો છે. આ ડિવાઇસ 5000mAh બેટરી અને 18W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ