Lava Bold N1 Lite Listed Online : ઘરેલું કંપની લાવા ટૂંક સમયમાં ભારતમાં પોતાનો નવો હેન્ડસેટ લોન્ચ કરી શકે છે. નવા લાવા બોલ્ડ N1 લાઇટ સ્માર્ટફોનને સત્તાવાર લોન્ચ પહેલા ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઇન્ડિયા પર લિસ્ટ કરી દીધો છે. લિસ્ટિંગ અનુસાર લાવા બોલ્ડ N1 લાઇટમાં 6.75 ઇંચની એચડી + ડિસ્પ્લે, 13 મેગાપિક્સલનો એઆઈ રિયર કેમેરા, 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ અને મોટી 5000mAhચ બેટરી જેવા ફિચર્સ મળી શકે છે.
લાવા બોલ્ડ N1 લાઇટ કિંમત
લાવા બોલ્ડ N1 લાઇટ સ્માર્ટફોનને એમેઝોન પર 6,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં આ ફોન એમેઝોન પર 5,698 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યો છે. લિસ્ટિંગ અનુસાર ફોનને ક્રિસ્ટલ બ્લૂ અને ક્રિસ્ટલ ગોલ્ડ કલર અને સિંગલ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
લાવા બોલ્ડ N1 લાઇટ ફિચર્સ
લિસ્ટિંગ અનુસાર લાવા બોલ્ડ એન 1 લાઇટ સ્માર્ટફોનમાં 6.75 ઇંચની એચડી + (720 x 1,600 પિક્સેલ) એલસીડી સ્ક્રીન આપી શકાય છે. ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ અને 269ppi પિક્સેલ ડેનસિટી સપોર્ટ કરી શકે છે. ફોનમાં સેલ્ફી કેમેરા માટે ડિસ્પ્લે પર એક હોલ-પંચ કટઆઉટ પણ છે.
લાવા બોલ્ડ એન 1 લાઇટ UniSoc octa-core પ્રોસેસર સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ નામની જાણકારી નથી. આ ડિવાઇસમાં 3 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનની રેમ વર્ચ્યુઅલ રીતે 6 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે.
ફોનમાં 5000mAh મોટી બેટરી મળશે
લિસ્ટિંગ અનુસાર લાવાના આ ફોનમાં 5000mAh મોટી બેટરી મળશે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસને IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ્સ સાથે લોન્ચ કરવામાં આવશે. આ હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ રિકગ્નિશન સપોર્ટ પણ છે. ડિવાઇસનું ડાઇમેંશન 165.0 x 76.0 x 9.0mm છે અને વજન 193 ગ્રામ છે.
આ પણ વાંચો – ફ્લિપકાર્ટે ફરી કરી સેલની જાહેરાત, iPhone 16, 16 Pro, 16 Pro Max પર ધમાકેદાર ઓફર્સ, જાણો ડીલ
કેમેરાની વાત કરીએ તો ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. લાવા બોલ્ડ એન 1 લાઇટમાં 13 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક સેકન્ડરી સેન્સર પણ છે. ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફોન 30fps પર 1080 પિક્સેલ રિઝોલ્યુશન સુધી વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી માટે, લાવા બોલ્ડ એન 1 લાઇટમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, 3.5mm હેડફોન જેક અને USB Type-C પોર્ટ છે. આ ફોનમાં IP54 રેટિંગ છે જે ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ છે.