5000mAh મોટી બેટરી અને 8GB રેમ વાળો દેશી દમદાર સ્માર્ટફોન, ચીની કંપનીઓને આપશે ટક્કર! જાણો કિંમત

Lava Play Max Launched : લાવાએ મંગળવારે ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા પ્લે મેક્સ 5G એ કંપનીનો નવો સસ્તો ફોન છે અને તેને MediaTek Dimensity 7300 ચિપસેટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
Updated : December 09, 2025 17:27 IST
5000mAh મોટી બેટરી અને 8GB રેમ વાળો દેશી દમદાર સ્માર્ટફોન, ચીની કંપનીઓને આપશે ટક્કર! જાણો કિંમત
Lava Play Max Launched: લાવા પ્લે મેક્સ 5G એ કંપનીનો નવો સસ્તો ફોન છે

Lava Play Max Launched : લાવાએ મંગળવારે ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લાવા પ્લે મેક્સ 5G એ કંપનીનો નવો સસ્તો ફોન છે અને તેને MediaTek Dimensity 7300 ચિપસેટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ લાવા સ્માર્ટફોનમાં 5000mAh મોટી બેટરી, 6.72 ઇંચની ડિસ્પ્લે, IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ જેવા ફીચર્સ મળે છે. આ નવા લાવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો.

લાવા પ્લે મેક્સ 5G કિંમત

લાવા પ્લે મેક્સ 5G ના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ વેરિઅન્ટને 14,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ હેન્ડસેટને ડેક્કન બ્લેક અને હિમાલયન વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

લાવા પ્લે મેક્સ 5G ફિચર્સ

લાવા પ્લે મેક્સ 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે. ફોનમાં 6.72-ઇંચની ફુલએચડી + એમોલેડ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં 4nm મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ લાવા હેન્ડસેટની રેનેમ ખાલી સ્ટોરેજનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 1 ટીબી સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો – Snapdragon 8 Gen 5 ચિપસેટ વાળો દુનિયાનો પહેલા સ્માર્ટફોન જલ્દી આવી રહ્યો છે ભારત, જાણો કિંમત 

ફોટોગ્રાફી માટે હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. રિયર કેમેરો ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (EIS) અને 30fps પર 4K વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

લાવા પ્લે મેક્સ 5G માં ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ માટે IP54 રેટિંગ મળે છે. મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ સેશન્સ દરમિયાન થર્મલ મેનેજમેન્ટ માટે હેન્ડસેટમાં વેપર ચેમ્બર કૂલિંગ મળે છે. લાવાનો દાવો છે કે COD Mobile, BGMI અને Free Fire જેવી લોકપ્રિય ગેમ્સ ફોન ગરમ થયા વિના રમી શકાય છે. ડિવાઇસને પાવર આપવા માટે એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ