21 રુપિયામાં મળશે Probuds Aria 911 ઇયરબડ્સ, દિવાળી પર ભારતીય કંપનીની ધમાકેદાર ઓફર

Lava Probuds Aria 911 Mega Flash Sale: લાવાની ઓડિયો બ્રાન્ડ Probuds એ Probuds Aria 911 Mega Flash Sale ની જાહેરાત કરી છે. આ સેલ 21 ઓક્ટોબરથી શરૂ થશે

Written by Ashish Goyal
October 17, 2025 15:31 IST
21 રુપિયામાં મળશે Probuds Aria 911 ઇયરબડ્સ, દિવાળી પર ભારતીય કંપનીની ધમાકેદાર ઓફર
વાની ઓડિયો બ્રાન્ડ Probuds એ Probuds Aria 911 Mega Flash Sale ની જાહેરાત કરી છે

Lava Probuds Aria 911 Mega Flash Sale: લાવાની ઓડિયો બ્રાન્ડ Probuds એ Probuds Aria 911 Mega Flash Sale ની જાહેરાત કરી છે. આ સેલ 21 ઓક્ટોબરથી શરૂ થશે. તહેવારની ઉજવણીના ભાગરૂપે કંપની ટ્રુલી વાયરલેસ ઇયરબડ્સ માટે 30 દિવસનો ટ્રાયલ પ્રોગ્રામ ઓફર કરી રહી છે. મર્યાદિત સમયની ઓફર હેઠળ, પ્રથમ 100 ગ્રાહકોને આ ઇયરબડ્સ ખાસ કિંમતે ખરીદવાની તક મળશે. આ સિવાય અન્ય તહેવારોની ડિસ્કાઉન્ટ ઓફર છે.

11 રૂપિયામાં ઇયરબડ્સ ક્યારે મળશે?

Probuds એ ‘Diwali Zero-Risk Muhurat Sale’ નામના એક સ્પેશ્યલ અભિયાનની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે ગ્રાહકોને યૂનિક, રિસ્ક ફ્રી શોપિંગનો અનુભવ મળશે. સેલનું વેચાણ 21 ઓક્ટોબરથી બપોરે 1.15 વાગ્યે શરૂ થશે. ‘મુહૂર્ત ટ્રેડિંગ ડે’ ના દિવસે આવતી આ ઓફરમાં ગ્રાહકોને 21 રૂપિયાની એક્સક્લૂસિવ કિંમતે Probuds Aria 911 ખરીદવાની તક મળશે. પરંતુ ધ્યાનમાં રહે કે કંપનીએ ખરીદી માટે માત્ર 100 યુનિટ્સ ઉપલબ્ધ કરાવ્યા છે. ફ્લેશ સેલ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે હશે. ઇયરબડ્સને એમેઝોન ઇન્ડિયા અને lavamobiles.com પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપની 30 દિવસ માટે ટ્રાયલ પ્રોગ્રામ પણ ઓફર કરી રહી છે

કંપની 30 દિવસ માટે ટ્રાયલ પ્રોગ્રામ પણ ઓફર કરી રહી છે. આ પ્રોગ્રામ દ્વારા ગ્રાહકો એક મહિના માટે તેમની ખરીદેલી પ્રોડક્ટ્સનો અનુભવ કરી શકે છે. જો તેમને પ્રોડક્ટ પસંદ ના આવે તો તેઓ ડોરસ્ટેપ રિટર્નની પસંદગી કરી શકે છે. કંપની પ્રોડક્ટ પરત કરવા પર સંપૂર્ણ પૈસા પાછા આપશે. તમને જણાવી દઇએ કે બધા Probuds ઓડિયો ડિવાઇસ (વાયર્ડ ઇયરફોન સિવાય)’મની બેક ચેલેન્જ’ ચેલેન્જ લાગુ પડે છે.

આ પણ વાંચો – ફ્લિપકાર્ટ સેલમાં OnePlus, Oppo, Redmi ના ટેબ્લેટ પર ધમાકેદાર ઓફર, ચેક કરો ડીલ

Probuds Mega Diwali Contest યુઝર્સ ‘મુહૂર્ત ટ્રેડિંગ’ બેનરનો સ્ક્રીનશોટ લઈ શકે છે અને તેને #ReturnWaliDiwali નો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકે છે. પોસ્ટમાં સત્તાવાર એકાઉન્ટ @prozone_in ઉપયોગ કરો. આ કોન્ટેસ્ટ 16 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે અને વિજેતાઓની જાહેરાત 22 ઓક્ટોબરે કરવામાં આવશે.

આ સ્પર્ધામાં કુલ 110 વિજેતાઓ હશે અને 100 લોકોને Probuds E1 જીતવાની તક રહેશે. જ્યારે પાંચ વિજેતાઓને Probuds Aria 911 અને Probuds Wave 921 મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ