POCO M6 Pro 5G Launched: પોકોએ પોતાના લેટેસ્ટ પોકો એમ6 પ્રો 5જી સ્માર્ટફોન ગ્લોબલ વેબસાઈટ પર લોંચ કર્યો છે. લેટેસ્ટ POCO M6 Pro 5G સ્માર્ટફોન શાનદાર સ્પેસિફિકેશન્સ અને પાવરફુલ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ X (ટ્વિટર) પર એક પોસ્ટમાં પોકો એમ6ના બે વેરિએન્ટની કિંમત પણ જાહેર કરી છે. ચાલો પોકો એમ6 પ્રો 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જણાવીએ…
પોકો એમ6 સ્પેસિફિકેશન (Poco M6 Specifications)
પોકો એમ6 સ્માર્ટફોનમાં 6.79 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે જે એચડી + રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 20.5: 9 છે. સ્ક્રીનની પીક બ્રાઇનેસ 550 નિટ્સ છે. ડિસ્પ્લે પર પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
પોકો એમ6 ફીચર્સ (Poco M6 Features)
પોકો એમ 6 સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ગ્લાસ બેક પેનલ આપવામાં આવી છે, જેના કારણે ફોન પ્રીમિયમ લાગે છે. હેન્ડસેટમાં 108 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો G91 Ultra ચિપસેટ છે.
પોકોના આ લેટેસ્ટ ફોનમાં એન્ડ્રોઇડ 14 આધારિત હાઇપરઓએસ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 256GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. આ ફોનમાં હાઇબ્રિડ સિમ સ્લોટ છે. ફોનમાં 6 જીબી અને 8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે.
તાજેતરના પોકો એમ6 સ્માર્ટફોનમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ડિવાઇસમાં ડ્યુઅલ સિમ, 4જી VoLTE, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, એનએફસી, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 168.6 x 76.28 x 8.3mm અને વજન 205 ગ્રામ છે.
આ પણ વાંચો | માત્ર 8000 માં શાનદાર રિયલમી સ્માર્ટફોન, 50 MP કેમેરા અને 5000 mAh બેટરી, જાણો ફીચર્સ
પોકો એમ6 કિંમત (Poco M6 Price)
પોકો એમ6 સ્માર્ટફોન ના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 129 ડોલર અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 149 ડોલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનને બ્લેક, સિલ્વર અને પર્પલ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.





