મોટોરોલાએ 5200mAh બેટરી અને 50MP કેમેરા વાળો દમદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો, જાણો ફિચર્સ

Moto G Power 2026 Launched : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી પાવર (2026) પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. મોટો જી પાવર (2025) ના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં ઘણા ફિચર્સમાં સુધારો કરવામાં આવ્યો છે

Moto G Power 2026 Launched : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી પાવર (2026) પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. મોટો જી પાવર (2025) ના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં ઘણા ફિચર્સમાં સુધારો કરવામાં આવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Moto G Power 2026 Launch

મોટો જી પાવર (2026) સ્માર્ટફોન

Moto G Power 2026 Launched : મોટોરોલાએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી પાવર (2026) પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. મોટો જી પાવર (2025) ના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં ઘણા ફિચર્સમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા મોટો જી પાવર (2026) માં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, 128 જીબી સ્ટોરેજ, 50 એમપી પ્રાઇમરી રિઅર કેમેરા જેવા ફીચર્સ મળે છે. મોટોરોલાનો નવો સ્માર્ટફોન હાલ કેનેડા અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યો છે. મોટોરોલા જી પાવર (2026) ની કિંમત અને ફિચર્સ વિશે જાણો.

Advertisment

મોટો જી પાવર (2026) કિંમત

મોટો જી પાવર (2026) સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અમેરિકામાં 299.99 ડોલર (લગભગ 27,100 રૂપિયા) છે. આ સ્માર્ટફોનને ઇવનિંગ બ્લુ અને પ્યોર કૈશમીર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. યુએસ અને કેનેડા બંને બજારોમાં વેચાણ 8 જાન્યુઆરીથી શરૂ થશે. આ ડિવાઇસને સત્તાવાર વેબસાઇટ અને પાર્ટનર ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

મોટો જી પાવર (2026) સ્પેસિફિકેશન્સ

મોટો જી પાવર (2026) માં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચની ફુલએચડી + (2388× 1080 પિક્સેલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન હાઇ બ્રાઇટનેસ મોડ સાથે આવે છે અને 1000 નિટ્સ સુધી બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન ઓફર કરે છે. ઓડિયો વિશે વાત કરીએ તો ફોનમાં Dolby Atmos- પાવર્ડ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - ફોલ્ડેબલ iPhone આવતા વર્ષે થઇ શકે છે લોન્ચ! હિડેન કેમેરા સહિત જાણો અન્ય ડિટેલ્સ

Advertisment

આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપવામાં આવી છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 16 પર ચાલે છે.

મોટો જી પાવર (2026) માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ

મોટો જી પાવર (2026) માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS ને સપોર્ટ કરે છે. આ સિવાય 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર પણ છે. આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. કેમેરા ઘણા AI ફિચર્સ જેમ કે Auto Night Vision, Portrait mode, Auto Smile Capture અને Shot Optimisation સપોર્ટ કરે છે.

મોટો જી પાવર (2026) માં 5200mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે 30W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 15W વાયરલેસ ચાર્જિંગ ફંક્શન પણ છે. આ સિવાય સ્માર્ટફોનમાં 3.5 mm હેડફોન જેક, ફિંગરપ્રિન્ટ સેન્સર, એનએફસી સપોર્ટ અને એફએમ રેડિયો પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં બ્લૂટૂથ, જીપીએસ અને વાઇ-ફાઇ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફિચર્સ મળે છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન