Moto G100 2025 : મોટો G100 2025 થી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

Moto G100 (2025) Launched : મોટોરોલાએ પોતાનો નવો સ્માર્ટફોન મોટો G100 (2025) લોન્ચ કર્યો છે. નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણો.

Written by Ashish Goyal
Updated : October 14, 2025 18:39 IST
Moto G100 2025 : મોટો G100 2025 થી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ
Moto G100 (2025) Launched : મોટોરોલાએ ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન મોટો G100 (2025) લોન્ચ કર્યો

Moto G100 (2025) Launched : મોટોરોલાએ ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન મોટો G100 (2025) લોન્ચ કર્યો છે. નવા મોટો હેન્ડસેટમાં 7000mAh ની મોટી બેટરી છે અને Snapdragon 7s Gen 2 જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. મોટો જી 100 (2025) માં 50 MP પ્રાઇમરી રિઅર કેમેરા અને 256GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણો.

મોટો G100 2025 કિંમત

મોટો G100 ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુઆન (લગભગ 17,400 રૂપિયા) છે. આ ડિવાઇસને ચીનમાં લેનોવો ચાઇનાના ઇ-સ્ટોર પરથી ગ્રીન પીક, ઓબ્સિડિયન બ્લેક અને સ્કાય બ્લુ કલરમાં ખરીદી શકાય છે.

મોટો G100 (2025) ફિચર્સ

મોટો જી100 સ્માર્ટફોનમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સેલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. હેન્ડસેટમાં 1050 નિટ્સની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં DC Dimming પણ છે જેથી આંખો પર વધારે ભાર પડશે નહીં. કંપનીએ આ ફીચરને visual fatigue–reduction નામ આપ્યું છે.

મોટો જી 100 (2025) ક્વાલકોમનું Snapdragon 7s Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ Hello UI સાથે આવે છે.

મોટો G100 (2025) કેમેરા

કેમેરા વિશે વાત કરીએ તો મોટો જી 100 માં 50 મેગાપિક્સલનો Sony LYT-600 પ્રાઇમરી રિઅર સેન્સર અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં ફ્રન્ટ પર 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સ્ટીરિયો સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – લેન્ડ રોવર ડિફેન્ડરનું સ્પેશ્યલ એડિશન લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ

મોટોરોલાના આ ફોનને પાવર આપવા માટે 7000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ છે. સુરક્ષા માટે ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હાજર છે. આ સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે અને તેમાં ડસ્ટ અને સ્પ્લેશ રેજિસ્ટેંસ છે. ડિવાઇસનું ડાઇમેંશન 166.23×76.5×8.6 mm છે અને વજન 210 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ