Moto G57 Power : મોટોરોલાનો આ દમદાર ફોન આ તારીખે થશે લોન્ચ, 7000mAh બેટરી, જાણો ફિચર્સ

Moto G57 Power Launch Date : મોટોરોલાએ ભારતમાં પોતાના પાવર-સિરીઝ Moto G57 Power ની લોન્ચ તારીખ જાહેર કરી છે. Moto G57 Power ને એવા યુઝર્સ માટે આકર્ષક બનાવે છે જેઓ લાંબી બેટરી લાઇફ, વિશ્વસનીય પર્ફોમન્સ અને દમદાર કેમેરા ઇચ્છે છે

Written by Ashish Goyal
November 18, 2025 19:29 IST
Moto G57 Power : મોટોરોલાનો આ દમદાર ફોન આ તારીખે થશે લોન્ચ, 7000mAh બેટરી, જાણો ફિચર્સ
Moto G57 Power Launch Date : મોટોરોલાએ ભારતમાં પોતાના પાવર-સિરીઝ Moto G57 Power ની લોન્ચ તારીખ જાહેર કરી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Moto G57 Power Launch Date : મોટોરોલાએ ભારતમાં પોતાના પાવર-સિરીઝ Moto G57 Power ની લોન્ચ તારીખ જાહેર કરી છે. આ નવો સ્માર્ટફોન 24 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ થશે. કંપની તેને તેની G-સિરીઝનો એક શક્તિશાળી ફોન ગણાવી રહી છે, જેમાં ખાસ કરીને બેટરી બેકઅપ, પ્રદર્શન અને ડિઝાઇન મામલે. Moto G57 Power માં 7000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે.

આ સિવાય તેમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ છે, જે પાવરફુલ છે અને એનર્જી એફિશિએંસીમાં પણ શાનદાર માનવામાં આવે છે. આ સિવાય IP64 રેટિંગ સાથે ધૂળ અને સ્પ્લેશ સુરક્ષા અને MIL-STD-810H પ્રમાણપત્ર તેને રોજિંદા સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. આ બધા ફિચર્સ Moto G57 Power ને એવા યુઝર્સ માટે આકર્ષક બનાવે છે જેઓ લાંબી બેટરી લાઇફ, વિશ્વસનીય પર્ફોમન્સ અને દમદાર કેમેરા ઇચ્છે છે.

મોટો G57 Power ફીચર્સ અને સ્પેક્સ

મોટો G57 પાવર ને Snapdragon 6s Gen 4 પ્રોસેસરથી લૈસ કરવામાં આવ્યું છે, જે 4nm પર આધારિત છે અને શાનદાર એફિશિએંસી પ્રદાન કરે છે. તેની સાથે 8GB રેમ છે અને 256GB સુધી સ્ટોરેજ ધરાવે છે, જેને માઇક્રોએસડી દ્વારા વધારી શકાય છે. તે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ડોલ્બી એટમોસ-સપોર્ટેડ સ્ટીરિયો સ્પીકર્સ અને Hi-Res ઓડિઓ સાથે મલ્ટીમીડિયા ક્ષમતાઓ પ્રદાન કરે છે. સુરક્ષા માટે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને MIL-STD-માનક સ્ટાન્ડર્ડની ડ્યૂરાબિલીટી પણ પ્રદાન કરે છે.

આ પણ વાંચો – WhatsApp પર નંબર સેવ કર્યા વગર આવી રીતે મોકલો મેસેજ, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

ફોનનો ડિસ્પ્લે 6.72-ઇંચ FHD+ LCD પેનલ છે જે 120Hz રિફ્રેશ રેટ છે, જેમાં UI, ગેમિંગ અને સ્ક્રોલિંગ સૌથી સ્મુધ અનુભવ પ્રદાન કરે છે. સ્ક્રીન 1050 નીટ્સની પીક બ્રાઇટનેસ આપવા સક્ષમ છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે આવે છે, જે તેને સ્ક્રેચ-સહેજ પડતા સુરક્ષિત રહેશે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો ફોન IP64 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને હળવા છાંટા સામે સુરક્ષા મળે છે. તેમાં MIL-STD-810H ડ્રોપ ટેસ્ટ સર્ટિફિકેશન પણ છે, જે ખાતરી કરે છે કે તે રોજિંદા સ્ટ્રેસથી શાનદાર રીતથી બચાવે છે.

મોટો G57 Power ઉપલબ્ધતા

મોટોરોલાએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે મોટો G57 પાવર 24 નવેમ્બર, 2025 ના રોજ ભારતમાં લોન્ચ થશે. આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે G-સિરીઝમાં Power વેરિઅન્ટ યુઝર્સને બેટર ફોક્સ સાથે પ્રોસેસર સાથે પણ સમાધાન ન કરવાનો વિકલ્પ આપે છે. આ ફોન ભારતમાં મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને એફલાઇન સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ થશે.

7000mAh બેટરી

Moto G57 Power નું કેમેરા કોન્ફિગરેશન એકદમ પ્રેક્ટિકલી અને ઉપયોગી છે. તેમાં રિયરમાં 50MP Sony LYT-600 મુખ્ય સેન્સર + 8MP અલ્ટ્રા-વાઇડ મેક્રો સેન્સર છે. તેમાં સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરા છે. કેમેરા સેટઅપ MIL-STD ડિઝાઇન છે. ફોનની સૌથી મોટી તાકાત તેની મોટી 7000mAh બેટરી છે, જે લાંબા સમય સુધી ચાલતો બેકઅપ પૂરો પાડે છે. તે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. મોટોરોલાનો દાવો છે કે આ બેટરી 60 કલાક સુધી ઉપયોગમાં રહેવાની ક્ષમતા રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ