Moto X70 Air Launched: મોટોરોલાએ આખરે ચીનમાં તેની નવી Air Series નો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવો હેન્ડસેટ માત્ર 5.99mm ની જાડાઇ સાથે આવે છે અને તેનું વજન 159 ગ્રામ છે. મોટો એક્સ 70 એરમાં 6.7 ઇંચ1.5K 120Hz AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. હેન્ડસેટમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર, મેટલ ફ્રેમ અને ડસ્ટ, વોટર રેજિસ્ટેંસ માટે IP68 + IP69 રેટિંગ અને મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલીટી જેવા ફિચર્સ મળે છે. જાણો 50 એમપી ટ્રિપલ રિઅર કેમેરા વાળા આ નવા મોટો સ્લિમ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે.
મોટો એક્સ 70 એર ફિચર્સ
મોટો એક્સ 70 એરમાં 6.7-ઇંચ (2712 x 1220 પિક્સેલ) 1.5K 10-બીટ pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ છે. સ્ક્રીન 4500 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન ઓફર કરે છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 Gen 4 મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Adreno 722 GPU છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ સાથે 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે.
મોટો એક્સ 70 એર સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 સાથે આવે છે. આ ડિવાઇસ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે, હેન્ડસેટમાં એપરચર એફ/1.8, OIS સાથે 50MP પ્રાઇમરી રિયર કેમેરા છે. ફોનમાં 50 મેગાપિક્સલનો 120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
મોટોરોલાના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 4800mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 68W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર અને Dolby Atmos આપવામાં આવ્યા છે. ફોનમાં વોટર અને ડસ્ટ રેજિસ્ટેંટ (IP68 + IP69) રેટિંગ અને મિલિટરી ગ્રેડ ડ્યૂરેબિલિટી (MIL-STD-810H) મળે છે. ડિવાઇસનું ડાઇમેંશન 159.87x 74.28x 5.99mm છે અને તેનું વજન 159 ગ્રામ છે.
આ પણ વાંચો – નવી કાવાસાકી Z900 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ, પાવર અને ડિઝાઇન સહિત બધી માહિતી
કનેક્ટિવિટી માટે, મોટો એક્સ 70 એરમાં 5જી, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 6E 802.11ax, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ છે.
મોટો એક્સ 70 એર કિંમત
મોટો એક્સ 70 એર ગેજેટ ગ્રે, લિલી પેડ અને બ્રોન્ઝ કલરમાં આવે છે. ફોનના બેઝ વેરિઅન્ટની કિંમત 2,599 યુઆન (લગભગ 32,205 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલ 2,899 યુઆન (લગભગ 26,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 31 ઓક્ટોબરે ચીનમાં વેચાણ શરુ થશે. રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ માર્કેટમાં આ ફોનને motorola edge 70 નામથી લોન્ચ કરવામાં આવશે.





