Motorola Edge 70: મોટોરોલા આગામી Edge 70 હેન્ડસેટ સાથે અલ્ટ્રા-થિન ફ્લેગશિપ સ્માર્ટફોન સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. આ વેરિઅન્ટને ચીનમાં X70 Air ના નામથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ડિવાઇસ કેટલાક બીજા ફ્લેગશિપ સ્માર્ટફોન જેમ કે – Samsung Galaxy S25 Edge, Tecno Pova Slim અને iPhone Air ને ટક્કર આપશે.
આ હેન્ડસેટનું ચાઇનીઝ વેરિઅન્ટ આ મહિને લોન્ચ થવાની સંભાવના છે. જ્યારે ગ્લોબલ વેરિઅન્ટ 5 નવેમ્બરે એન્ટ્રી કરશે. પોલેન્ડમાં મોટોરોલાની ઓફિશિયલ વેબસાઈટે આ ફોનના ટીઝર રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે.
મોટોરોલા એજ 70 સંભવિત કિંમત
મોટોરોલા એજ 70 ઇટાલીની ઘણી રિટેલ વેબસાઇટ્સ પર પણ સૂચિબદ્ધ છે, જેનાથી તેની કિંમતનો ખુલાસો થયો છે. લિસ્ટિંગથી ખબર પડે છે કે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 709 યુરો (લગભગ 73,100 રૂપિયા) અને 801.91 યુરો (લગભગ 82,680 રૂપિયા) ની આસપાસ હશે. બધા લિસ્ટિંગમાં બ્રોન્ઝ ગ્રીન કલર ઓપ્શનની જાણકારી આપવામાં આવી છે. શક્ય છે કે મોટોરોલા Pantone સાથે ભાગીદારી કરશે અને આ ફોનને સત્તાવાર રીતે Pantone Bronze Green નામથી લોન્ચ કરે.
Motorola Edge 70 ફિચર્સ
લીક થયેલી વિગતો દર્શાવે છે કે Edge 70 સ્માર્ટફોન 6mm કરતા પાતળો હશે અને તે અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન હશે. પાતળી ફ્રેમ હોવા છતાં આ હેન્ડસેટમાં 4800mAh ની મોટી બેટરી મળવાના સમાચાર છે જે 68W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.
આ પણ વાંચો – iPhone 17e : એપલ નો સસ્તો આઈફોન જલ્દી થશે લોન્ચ, જાણો લોન્ચ ડેટ, ડિઝાઇન અને ફિચર્સ ડિટેલ્સ
કેમેરાની વાત કરીએ તો ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન સાથે 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા આપી શકાય છે. આ ડિવાઇસમાં 120 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ, AI-પાવર્ડ ફોટોગ્રાફી એન્હેંસમેન્ટ આપવામાં આવશે. ડિવાઇસમાં Dolby Atmos સપોર્ટ સ્ટીરિયો સ્પીકર મળશે જે પ્રીમિયમ મલ્ટિમીડિયા અનુભવ પ્રદાન કરશે.
આકર્ષક ડિઝાઇન અને ફ્લેગશિપ-ગ્રેડ ફિચર્સની જુગલબંદી સાથે, મોટોરોલા એજ 70 અલ્ટ્રા-થિન સ્માર્ટફોન માર્કેટમાં મજબૂત સહભાગી બની શકે છે.