OnePlus 15 Launch : વનપ્લસ 15 સ્માર્ટફોન 27 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. વનપ્લસે અગાઉ ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક પોસ્ટમાં લોન્ચિંગની તારીખની પુષ્ટિ કરી છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ સત્તાવાર રીતે તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 15 5G ના લોન્ચિંગ વિશે માહિતી આપી હતી. ફ્લેગશિપ ડિવાઇસ ઉપરાંત, ચાઇનીઝ કંપની Ace 6 હેન્ડસેટ પણ રજૂ કરશે. બંને ડિવાઇસને પહેલાથી જ ચીનમાં વનપ્લસની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરી દીધા છે. હેન્ડસેટનું પ્રી-બુકિંગ પણ લાઇવ થઈ ગયું છે. હજુ સુધી કંપનીએ આગામી ફોનની વિગતો વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ ઘણા અહેવાલો અને લીક્સે આગામી વનપ્લસ 15 ની ડિઝાઇન અને ફિચર્સ પર સંકેત આપ્યો છે.
વનપ્લસ 15 સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?
વનપ્લસ 15 5G સ્માર્ટફોન 27 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી હેન્ડસેટને જાન્યુઆરી 2026 માં ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કરવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે દરેક વખતની જેમ વનપ્લસ ચીનમાં લોન્ચ થયા પછી વૈશ્વિક બજારોમાં તેના ફ્લેગશિપ ડિવાઇસ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
ભારતમાં વનપ્લસ 15ની કિંમત
વનપ્લસ 15 5G સ્માર્ટફોન પ્રીમિયમ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. આ ડિવાઇસની કિંમત 70,000 રૂપિયાથી 75,000 રૂપિયાની વચ્ચે હશે. એટલે કે ભારતમાં ફોનને સેમસંગ, એપલ અને શાઓમી જેવી બ્રાન્ડ્સના ટોપ-એન્ડ ફોન્સથી સખત સ્પર્ધા મળશે.
ડિઝાઇન અને બિલ્ડ ગુણવત્તા
કેટલાક અહેવાલો અનુસાર વનપ્લસે નવા ફોનમાં લુક અને ડ્યૂરેબિલીટી બન્નેને શાનદાર કરવા પર કામ કર્યું છે. વનપ્લસ 15 સ્માર્ટફોનમાં માઇક્રો-આર્ક ઓક્સિડેશન ફિનિશ સાથે મેટલ ફ્રેમ મળવાની આશા છે. જે ફોનને સ્ક્રેચ અને ડેન્ટ્સ માટે વધુ રેજિસ્ટેંટ હશે. હેન્ડસેટને નવા ‘સેન્ડ સ્ટોર્મ’ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેનું વજન ઘટાડવા માટે ડિવાઇસની બેક પેનલ પર ફાઇબરગ્લાસ સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો – 21 રુપિયામાં મળશે Probuds Aria 911 ઇયરબડ્સ, દિવાળી પર ભારતીય કંપનીની ધમાકેદાર ઓફર
ફોનના કેમેરા બંપને રિડિઝાઇન કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. રિપોર્ટથી જાણ થાય છે કે પ્લસ કી સાથે ફરી એકવાર વનપ્લસનું કસ્ટમાઇઝ કરી શકાય તેવું શોર્ટકટ બટન પરત આવશે.
પ્રોસેસર અને કેમેરા
વનપ્લસ 15 માં લેટેસ્ટ Snapdragon 8 Gen 5 પ્રોસેસર મળશે, જેમાં ટોપ લેવલ પર્ફોમન્સ અને સ્પીડ મળવાની અપેક્ષા છે. આ ફોનમાં ગેમિંગ અથવા હેવી યુઝ દરમિયાન ગરમીને મેનેજ કરવા માટે અદ્યતન કૂલિંગ સિસ્ટમ મળી શકે છે.
ડિવાઇસને કેમેરા અપગ્રેડ કરવાની અપેક્ષા છે. અહેવાલો અનુસાર આગામી વનપ્લસ 15 સ્માર્ટફોનમાં 50 એમપી ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળશે એટલે કે વાઇડ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સ મળશે. વનપ્લસ આ વખતે તેના સ્માર્ટફોનમાં હેસલબ્લેડ બ્રાન્ડિંગ સાથે કેમેરા ઓફર કરી શકે છે.
એવું લાગે છે કે વનપ્લસ 15 એક શાનદાર ફોન હશે જે ડિઝાઇન, પર્ફોમન્સ અને કેમેરાની દ્રષ્ટિએ અપગ્રેડ કરવામાં આવશે. આગામી સમયમાં આ ફોન વિશે વધુ માહિતી અપેક્ષિત છે.