OnePlus 15 : લોન્ચ પહેલા પ્રીમિયર વનપ્લસ 15 ની કિંમત લીક, જાણો દમદાર ફિચર્સ

OnePlus 15 Price Leaked : વનપ્લસના ફ્લેગશિપ મોડલને ચાર રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં રજુ કરી શકાય છે. ડિવાઇસના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં 16 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. જ્યારે વનપ્લસ એસ 6 16 જીબી રેમ અને 512 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હોવાના અહેવાલ છે

OnePlus 15 Price Leaked : વનપ્લસના ફ્લેગશિપ મોડલને ચાર રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં રજુ કરી શકાય છે. ડિવાઇસના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં 16 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. જ્યારે વનપ્લસ એસ 6 16 જીબી રેમ અને 512 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હોવાના અહેવાલ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
oneplus 15 oneplus ace 6 price leaked

OnePlus 15 : લોન્ચ પહેલા પ્રીમિયર વનપ્લસ 15 ની કિંમત લીક

OnePlus 15 Price Leaked : OnePlus ચીનમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. OnePlus Ace 6 અને OnePlus 15 સ્માર્ટફોન સાથે જોડાયેલી જાણકારી લોન્ચિંગના થોડા કલાકો પહેલા લીક થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર આગામી વનપ્લસ 15 અને વનપ્લસ એસ 6ની કિંમતનો ખુલાસો થયો છે. ફ્લેગશિપ મોડલને ચાર રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં રજુ કરી શકાય છે. ડિવાઇસના ટોપ-એન્ડ વેરિઅન્ટમાં 16 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. જ્યારે વનપ્લસ એસ 6 16 જીબી રેમ અને 512 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હોવાના અહેવાલ છે.

Advertisment

વનપ્લસ 15, વનપ્લસ એસ 6 કિંમત લીક

Gizmochina ના એક રિપોર્ટ અનુસાર વનપ્લસ 15 અને વનપ્લસ એસ 6ની કિંમત ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર લીક થઈ હતી. ફ્લેગશિપ હેન્ડસેટ 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 4,299 યુઆન (લગભગ 53,100 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવી શકાય છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,899 યુઆન (લગભગ 60,600 રૂપિયા) રહેવાની ધારણા છે. વનપ્લસ 15ના 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,399 યુઆન (લગભગ 66,700 રૂપિયા) હોવાની સંભાવના છે.

વનપ્લસ એસ 6 સ્માર્ટફોનની કિંમત વિશે વાત કરીએ તો લીક અનુસાર 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 3099 યુઆન (લગભગ 38,300 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવશે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 42,000 રૂપિયા) હશે.

રિપોર્ટથી ખબર પડે છે કે વનપ્લસ 15 અને વનપ્લસ એસ 6 ના બેઝ વેરિઅન્ટને 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે આ વેરિઅન્ટની કિંમત હજુ સુધી જાણી શકાયી નથી.

Advertisment

આ પણ વાંચો - નવી કાવાસાકી Z900 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ, પાવર અને ડિઝાઇન સહિત બધી માહિતી

વનપ્લસ 15 ની લીક થયેલી કિંમત વિશે વાત કરીએ તો, તે અગાઉના લીક થયેલા અહેવાલો કરતા ઓછી છે. અગાઉ, ટિપસ્ટર Arsène Lupin (@MysteryLupin) એ દાવો કર્યો હતો કે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ સાથે વનપ્લસ 15ને 949 GBP (લગભગ 1,11,000 રૂપિયા) ની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. જ્યારે અન્ય એક અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વનપ્લસ 15 ભારતીય બજારમાં 70,000 રૂપિયાથી 75,000 રૂપિયાની વચ્ચે ઉપલબ્ધ કરાવી શકાય છે.

ચીનમાં વનપ્લસ 15 ભારતીય સમય પ્રમાણે 4.30 વાગ્યે લોન્ચ થયો છે. આ ઇવેન્ટમાં OnePlus Ace 6 ઉપરથી પણ પડદો ઉંચકાશે. લોન્ચ ઇવેન્ટમાં ડિવાઇસની કિંમત અને વિગતો વિશેની માહિતી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G