OnePlus 15 vs OnePlus 13: વનપ્લસે તાજેતરમાં જ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 15 લોન્ચ કર્યો છે. વનપ્લસના આ નવા હેન્ડસેટમાં અપગ્રેડ ફિચર્સ અને મોટી બેટરી મળે છે. પરંતુ ભારતમાં તેની કિંમતે વનપ્લસના ચાહકોને સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યા છે. નવા વનપ્લસ 15 માં ચોક્કસપણે અગાઉના વનપ્લસ 13 ની તુલનામાં અપગ્રેડ ફિચર્સ છે, પરંતુ શું તે ખરેખર અગાઉની પેઢીના હેન્ડસેટ કરતા વધુ સારી છે? આજે અમે તમને નવા વનપ્લસ 15 અને વનપ્લસ 13 ની કિંમત, સ્પેસિફિકેશન્સ, ડિઝાઇન અને ડિસ્પ્લેમાં તફાવત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વનપ્લસ 15 vs વનપ્લસ 13 ડિસ્પ્લે
વનપ્લસ 15 સ્માર્ટફોનમાં સુપર સ્મૂથ ડિસ્પ્લે છે જે 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફર કરે છે. જોકે કંપનીએ ડિસ્પ્લે રિઝોલ્યુશનમાં ફેરફાર કર્યો છે. નવા ફોનમાં 6.78-ઇંચ QHD+ (1,272×2,772 પિક્સલ) AMOELD ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:9, પીક બ્રાઇટનેસ 1800 નિટ્સ અને પિક્સલ ડેનસિટી 450ppi છે. સ્માર્ટફોનમાં સન ડિસ્પ્લે ટેક્નોલોજી મળે છે, જેમાં યુઝર્સ સૂર્યની રોશનીમાં સીધી સ્ક્રીન જોવાનું સરળ બનાવે છે.
બીજી તરફ વનપ્લસ 13 માં QHD + સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. વનપ્લસ 13 માં 6.82-ઇંચની મોટી ડિસ્પ્લે છે જે 510 ppiને સપોર્ટ કરે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19.8: 9 છે. સ્ક્રીન 1-120 હર્ટ્ઝ ડાયનેમિક રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
વનપ્લસ 15 vs વનપ્લસ 13 કેમેરા
કેમેરાની વાત કરીએ તો વનપ્લસ 15 એ પોતાનું DetailMax Image Engine આપ્યું છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ /1.8, ઓટોફોકસ, 84 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50MP SonyIMX906 પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં એપરચર એફ /2.8 સાથે 50 મેગાપિક્સલનો Samsung JN5 ટેલિફોટો કેમેરા પણ મળે છે. વનપ્લસનો આ ફોન 50 મેગાપિક્સલ 116 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ, ઓટોફોકસ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ઉપલબ્ધ છે. નવી વનપ્લસ ફોનથી 30fps પર 8K સુધી જ્યારે અને 120fps પર 4K રિઝોલ્યુશન સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફ્રન્ટ કેમેરા સાથે 60fps પર 4K વીડિયો રેકોર્ડિંગ શક્ય છે.
આ પણ વાંચો – OpenAI ChatGPT 5.1 લોન્ચ થયું, શું છે નવું? જાણો કેમ છે ખાસ!
વનપ્લસ 13 માં એપર્ચર એફ/1.6 અને OIS સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને એપર્ચર એફ /2.2 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા છે. ડિવાઇસમાં એપર્ચર એફ /2.4 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
વનપ્લસ 15 vs વનપ્લસ 13 પર્ફોર્મન્સ, બેટરી
પર્ફોમન્સની વાત કરીએ તો વનપ્લસ 15 નિશ્ચિતપણે એક ક્લિયર અપગ્રેડ છે. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે, જે વનપ્લસ 13 માં જૂના Snapdragon 8 Elite કરતા વધુ શક્તિશાળી છે. ડિવાઇસમાં નવી ગ્લેશિયર કૂલિંગ સિસ્ટમ છે.
વનપ્લસ 13 માં મોટી 6000 એમએએચની બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. નવા વનપ્લસ 15 માં અપગ્રેડેડ 7300mAh સિલિકોન બેટરી છે જે 120W SuperVOOC વાયર્ડ ચાર્જિંગ અને 50W AirVOOC વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ગેમિંગ કરતી વખતે ફોનને ઠંડો રાખવા માટે Bypass Charging સપોર્ટ પણ છે.
વનપ્લસ 15 vs વનપ્લસ 13 કિંમત
વનપ્લસ 15 ભારતમાં અપેક્ષા મુજબ ઊંચી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. અગાઉના વનપ્લસ 13ની તુલનામાં તે થોડું મોંઘો છે. વનપ્લસ 13 ને દેશમાં 69,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે નવા વનપ્લસ 15 ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા છે.
જો તમારી પ્રાથમિકતા સ્પીડ, કેપેસિટી અને લાંબી બેટરી લાઇફ છે, તો તમે વનપ્લસ 15 હેન્ડસેટ ખરીદી શકો છો. પરંતુ જો તમારું બજેટ થોડું ઓછું છે, તો તમે જૂની વનપ્લસ 13 ખરીદી શકો છો.





