Snapdragon 8 Gen 5 ચિપસેટ વાળો દુનિયાનો પહેલા સ્માર્ટફોન જલ્દી આવી રહ્યો છે ભારત, જાણો કિંમત અને ફિચર્સ

OnePlus 15R Launch : વનપ્લસ ભારતમાં 17 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન OnePlus 15R લોન્ચ કરવા માટે તૈયાર છે. Qualcomm ના નવા Snapdragon 8 Gen 5 ચિપસેટ અને મોટી બેટરી સાથે આવનાર તે પ્રથમ મોટો સ્માર્ટફોન હશે

Written by Ashish Goyal
Updated : December 08, 2025 21:41 IST
Snapdragon 8 Gen 5 ચિપસેટ વાળો દુનિયાનો પહેલા સ્માર્ટફોન જલ્દી આવી રહ્યો છે ભારત, જાણો કિંમત અને ફિચર્સ
OnePlus 15R Launch : વનપ્લસ ભારતમાં 17 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન OnePlus 15R લોન્ચ કરવા માટે તૈયાર છે (તસવીર - સોશિયલ મીડિયા)

OnePlus 15R Launch : વનપ્લસ ભારતમાં 17 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન OnePlus 15R લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ હવે આગામી સસ્તા સ્માર્ટફોનની સ્પેસિફિકેશન્સના ખુલાસા કરવાનું શરૂ કર્યું છે. વનપ્લસ 15R સ્માર્ટફોન કંપનીના ફ્લેગશિપ ફોન વનપ્લસ 15 કરતા સસ્તો હશે પરંતુ તે હાઇ પર્ફોમન્સ ઓફર કરશે. Qualcomm ના નવા Snapdragon 8 Gen 5 ચિપસેટ અને મોટી બેટરી સાથે આવનાર તે પ્રથમ મોટો સ્માર્ટફોન હશે.

વનપ્લસ 15R મિડ-રેન્જ સેગમેન્ટમાં વનપ્લસ 13આરનું સ્થાન લેશે. હેન્ડસેટમાં સસ્તા ભાવે હાઇ-એન્ડ ફીચર્સ આપવામાં આવશે. તમને નવા વનપ્લસ 15R સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ છીએ.

વનપ્લસ 15 વિશે શું ખાસ છે?

કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે OnePlus 15R સ્માર્ટફોનમાં 7800mAh ની મોટી બેટરી આપવામાં આવશે. ફ્લેગશિપ વનપ્લસ 15માં કંપનીએ મોટી 7300 એમએએચની બેટરી આપી છે. એટલે કે વનપ્લસ 15R ને વધુ સારી ગેમિંગ, સ્ટ્રીમિંગ ટાઇમ મળવાની અપેક્ષા છે. બેટરી વિશે એવા અહેવાલો છે કે ચાર વર્ષ સુધી ફોનનો ઉપયોગ કર્યા પછી પણ ઓછામાં ઓછી 80 ટકા ક્ષમતા યથાવત્ રહેશે. મોટી બેટરી સાથે ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળવાની અપેક્ષા છે.

પ્રોસેસિંગ પાવર વિશે વાત કરીએ તો વનપ્લસ 15R ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 5 ચિપસેટ સાથે આવનાર વિશ્વનો પહેલો ફોન હશે. તે ક્વાલકોમની સૌથી પાવરફુલ મોબાઇલ ચિપસેટ સિરીઝમાં બીજા ક્રમે છે. સ્નેપડ્રેગન 8 જેન 5 ચિપસેટ સાથે ફોનમાં ગેમ્સ અને એપ્લિકેશન્સ ફોનમાં કોઈ સમસ્યા વિના કામ કરશે.

ફાસ્ટ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને વધુ સારો કેમેરા

વનપ્લસ 15R સ્માર્ટફોનમાં ફ્લેગશિપ-ગ્રેડ 165Hz 1.5K AMOLED ડિસ્પ્લે મળશે જે પ્રીમિયમ વનપ્લસ 15 જેટસી હાઇ-રિફ્રેશ-રેટ ઓફર કરશે. સ્ક્રીન 1900 નિટ્સની પીક બ્રાઇટનેસ ઓફર કરી શકે છે. આ સિવાય લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન આંખની સુવિધા માટે આ સ્માર્ટફોનમાં TÜV Rheinland Intelligent Eye Care 5.0 certification પણ આપી શકાય છે.

આ પણ વાંચો – એપલ ની iPhone યુઝર્સને ચેતવણી, Google Chrome નો ના કરો ઉપયોગ, જાણો કેમ કહ્યું આવું

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની વાત કરીએ તો વનપ્લસે પુષ્ટિ કરી છે કે 15આર સ્માર્ટફોનમાં 120 ફ્રેમ પ્રતિ સેકન્ડ (fps)પર 4K રેકોર્ડ કરવાની ક્ષમતા મળશે. આ સુવિધા સામાન્ય રીતે ફ્લેગશિપ ડિવાઇસમાં જોવા મળે છે. કંપનીએ હજી સુધી સેન્સર સ્પેસિફિકેશન્સને લગતી સંપૂર્ણ માહિતી આપી નથી. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હોવાના અહેવાલો છે.

વનપ્લસ 15R કિંમત

વનપ્લસ 15R સ્માર્ટફોનને OnePlus Pad Go 2 સાથે 17 ડિસેમ્બરે બેંગલુરુમાં એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. તમને જણાવી દઈએ કે વનપ્લસ 13 આરને ભારતમાં 42,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો અને નવો વનપ્લસ 15R પણ તે જ કિંમતની આસપાસ લોન્ચ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ