OnePlus ફેસ્ટિવલ સેલ ધમાકા, વનપ્લસ 13R થી Nord 5 પર મળી રહી છે જોરદાર ઓફર

OnePlus Festive Sale : વનપ્લસે તહેવારોની સિઝન નિમિત્તે પોતાના સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને ઓડિયો ડિવાઇસ પર શાનદાર ઓફરની જાહેરાત કરી છે. વનપ્લસે પોતાના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, ઇન્સ્ટન્ટ બેંક ઓફર અને નો-કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ આપ્યો છે. વનપ્લસ ફેસ્ટિવ સેલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે

Written by Ashish Goyal
September 19, 2025 16:21 IST
OnePlus ફેસ્ટિવલ સેલ ધમાકા, વનપ્લસ 13R થી Nord 5 પર મળી રહી છે જોરદાર ઓફર
વનપ્લસ ફેસ્ટિવ સેલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે

OnePlus Festive Sale : વનપ્લસે તહેવારોની સિઝન નિમિત્તે પોતાના સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને ઓડિયો ડિવાઇસ પર શાનદાર ઓફરની જાહેરાત કરી છે. વનપ્લસે પોતાના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, ઇન્સ્ટન્ટ બેંક ઓફર અને નો-કોસ્ટ ઇએમઆઈનો વિકલ્પ આપ્યો છે. વનપ્લસ ફેસ્ટિવ સેલ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ગ્રાહકો વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ, વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ અને અન્ય ઇ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી કરી શકે છે.

વનપ્લસ 13R

વનપ્લસ 13R સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ છે. આ ફોનમાં 16 જીબી સુધીની રેમ મળે છે. ડિવાઇસમાં મોટી 6000mAh બેટરી છે જે 80W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં 6.7 ઇંચની સુપર Super Fluid AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. આ ફોન 35,749 રૂપિયાની કિંમતે સેલમાં ઉપલબ્ધ થશે. ડિવાઇસની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 2250 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ છે.

વનપ્લસ 13

વનપ્લસ 13 માં Hasselblad કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 50 MP Sony LYT-808સેન્સર છે. સ્માર્ટફોનમાં 6.8 ઇંચની 2K AMOLED ડિસ્પ્લે છે. હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 Elite પ્રોસેસર મળે છે. આ ડિવાઇસને 57,749 રૂપિયાની અસરકારક કિંમતે ખરીદી શકાય છે. સ્માર્ટફોનની કિંમતમાં 8000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 4250 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ છે.

વનપ્લસ 13s

વનપ્લસ 13 માં સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ છે. આ હેન્ડસેટમાં 6.3 ઇંચની ડિસ્પ્લે છે. ડિવાઇસ સ્લીક, કોમ્પેક્ટ બોડી સાથે આવે છે. વનપ્લસના આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે. હેન્ડસેટને 47,749 રૂપિયાની કિંમતે સેલમાં ખરીદી શકાય છે. ફોનની કિંમતમાં 4000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 3250 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ છે.

આ પણ વાંચો – ભારતમાં લોન્ચ થયું આ દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, ફેમિલી રાઇડર્સ માટે શાનદાર ફિચર્સ, જાણો કિંમત

વનપ્લસ નોર્ડ CE5

OnePlus Nord CE5 સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8350 Apex ચિપસેટ છે. આ ફોનને ફ્લેગશિપ-લેવલ પરફોર્મન્સ સાથે મલ્ટિટાસ્કિંગ અનુભવ મળે છે. નોર્ડ CE5 ને 21,499 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે, જેમાં 1500 રૂપિયાની કપાત અને 2000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સામેલ છે. આ ફોન સ્ટાઇલ, પર્ફોમન્સ અને વેલ્યુનો સંપૂર્ણ કોમ્બો છે.

વનપ્લસ નોર્ડ 5

વનપ્લસ Nord 5 માં 144 Hz રિફ્રેશ રેટ સાથે બ્રાઇટ ડિસ્પ્લે છે, જેના કારણે તે ગેમિંગ અને ડેઇલી મલ્ટિટાસ્કિંગ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 Gen3 પ્રોસેસર છે. OnePlus Nord 5 ની કિંમત 28,499 રૂપિયા છે. આ કિંમત 1500 રૂપિયાની કિંમતમાં ઘટાડો અને 2000 રૂપિયાની ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ લાગુ કર્યા પછી અસરકારક બનશે. વનપ્લસનો આ ફોન એક સંપૂર્ણ મિડ-પ્રીમિયમ અપગ્રેડ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ