OnePlus Nord 5 launch date: OnePlus 13s લોન્ચ થયા બાદ ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની પોતાની નવી નોર્ડ 5 સીરીઝને આંતરરાષ્ટ્રીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વનપ્લસ નોર્ડ 5 મિડરેન્જ કેટેગરીમાં પરફોર્મન્સ-ફોકસ્ડ સ્માર્ટફોન હોવાની અપેક્ષા છે. વનપ્લસ 13આરમાં આપવામાં આવેલા Snapdragon 8 Gen 3 પ્રોસેસરથી અલગ નોર્ડ 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8એસ જેન 3 ચિપસેટ મળવાની આશા છે. આગામી વનપ્લસ ફોનને 12 જીબી સુધીની રેમ આપવામાં આવશે. આગામી વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સહિત બધી માહિતી અહીં આપવામાં આવી છે.
OnePlus Nord 5 લોન્ચ તારીખ
વનપ્લસ નોર્ડ 5 અને વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોન ભારતમાં 8 જુલાઇએ બપોરે 2 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ એક અખબારી યાદી બહાર પાડીને આગામી ફોનના લોન્ચિંગ અંગે માહિતી આપી છે. આ હેન્ડસેટ ઓફિશિયલ ઇ-સ્ટોર અને એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
OnePlus Nord 5 સ્પેસિફિકેશન્સ
વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફ્લેટ OLED ડિસ્પ્લે મળવાની આશા છે. સ્ક્રીન 1.5K રિઝોલ્યુશન અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવશે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 9400ઇ પ્રોસેસર હોઇ શકે છે. ડિવાઇસમાં 6700mAh ની મોટી બેટરી હોવાની અપેક્ષા છે જે 100W ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોનને એન્ડ્રોઇડ 15 સાથે લોન્ચ કરી શકાય છે.
આ પણ વાંચો – iPhone 16 Pro : આવી રીતે થઇ શકે છે 50,000 રૂપિયાની બચત, અહીં મળી રહી છે ધમાકેદાર ડીલ
કેમેરાની વાત કરીએ તો નોર્ડ 5માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે. સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50MP પ્રાઇમરી અને 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ મળવાની અપેક્ષા છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર મળી શકે છે.
OnePlus Nord 5 ભારતમાં કિંમત
સમાચારથી જાણવા મળે છે કે વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનને લગભગ 30,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકાય છે. જોકે આ કિંમત હજુ પણ રિપોર્ટ અને લીક પર આધારિત છે.