OnePlus Turbo ની પ્રી બુકિંગ શરુ, 9000mAh ની મોટી બેટરી, 13 રુપિયામાં કરી શકો છો પ્રી-ઓર્ડર

OnePlus Turbo : હવે એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વનપ્લસ એક એવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી મળશે. વનપ્લસ આ ફોનને તેની Nord Series ના આગામી મોડેલ તરીકે ભારતમાં લોન્ચ કરી શકે છે

OnePlus Turbo : હવે એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વનપ્લસ એક એવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી મળશે. વનપ્લસ આ ફોનને તેની Nord Series ના આગામી મોડેલ તરીકે ભારતમાં લોન્ચ કરી શકે છે

author-image
Ashish Goyal
New Update
OnePlus Turbo Series

વનપ્લસ ટર્બો સિરીઝ ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે Photograph: (Android Headlines)

OnePlus Turbo with 9000mAh battery :  વનપ્લસ ટર્બો સ્માર્ટફોનના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન લીક થઈ રહ્યા છે. હવે ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે વનપ્લસ ટર્બો સિરીઝ ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે. 

Advertisment

હવે એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વનપ્લસ એક એવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી મળશે. બેટરી લાઇફની વાત કરીએ તો વર્ષ 2025 વનપ્લસ ડિવાઇસ માટે ખૂબ જ સારું રહ્યું છે. 2025માં કંપનીના દરેક મોડલને પહેલા ઘણી મોટી બેટરી ક્ષમતા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

Android Headlines ના મતે આગામી ફોનને વનપ્લસ ટર્બોના નામ હેઠળ લોન્ચ કરવામાં આવશે. મિડ-રેન્જમાં આવતા આ ફોનમાં 9000 એમએએચની મોટી બેટરી મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનપ્લસ આ ફોનને તેની Nord Series ના આગામી મોડેલ તરીકે ભારતમાં લોન્ચ કરી શકે છે. 

વનપ્લસ ટર્બો હેન્ડસેટ જાન્યુઆરી 2026 માં ચીનમાં રજૂ કરવામાં આવી શકે છે. ચીનમાં ફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ વનપ્લસ ટર્બોની લાઇવ તસવીરો ઓનલાઇન લીક થઈ હતી. ડિવાઇસને ડ્યુઅલ રિયર કેમેરા યુનિટ મળવાની અપેક્ષા છે.

Advertisment

વનપ્લસ ટર્બોમાં શું છે ખાસ?

ગયા વર્ષે લોન્ચ થયેલા મોટાભાગના વનપ્લસ ફોનની જેમ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી ફોનને ડાબી બાજુ ચોરસ આકારનો કેમેરા આઇલેન્ડ મળશે. ડિવાઇસમાં ગ્લોસી ફિનિશ સાથે પ્લાસ્ટિક બેક પેનલ મળશે. આગામી વનપ્લસ ટર્બોમાં 6.8-ઇંચની OLED સ્ક્રીન હશે જે 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. વનપ્લસ ટર્બોને ક્વાલકોમની નવી સ્નેપડ્રેગન 7s Gen 4 ચિપસેટ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો - મહિન્દ્રા Vision S એસયુવીનું ટેસ્ટિંગ શરુ, આ શાનદાર ફિચર્સ સાથે Tata Sierra ટક્કર આપશે Baby Scorpio

વનપ્લસ ચાઇનાના પ્રમુખ Li Jie Louis એ ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર જણાવ્યું હતું કે નવી ટર્બો સિરીઝને આ કિંમત સેગમેન્ટના અન્ય ફોનની તુલનામાં 'અત્યંત મજબૂત' પ્રદર્શન, બેટરી અને ગેમિંગ ક્ષમતા મળશે. જેમ આપણે ઉલ્લેખ કર્યો છે વનપ્લસ ટર્બોને ભારતમાં Nord Series ના ફોન તરીકે રિબ્રાન્ડ કરી શકાય છે.

વનપ્લસ ટર્બો ઓનલાઇન બુકિંગ

આ સિવાય વનપ્લસ ટર્બો સિરીઝને ઓપ્પો ઓનલાઇન સ્ટોર દ્વારા પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચીનમાં ગ્રાહકો 1 સીએનવાય (લગભગ 13 રૂપિયા) ની કિંમતે સ્માર્ટફોનને પ્રી-બુક કરી શકે છે. ખાસ વાત એ છે કે લિસ્ટિંગમાંથી સ્માર્ટફોન સંબંધિત અન્ય કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ