OpenAI ChatGPT 5.1 : OpenAI એ ChatGPT નું નવું 5.1 વર્ઝન રોલ આઉટ કર્યું છે. આ નવું AI મોડલ જૂના GPT 5.0 ને રિપ્લેશ કરશે. સેમ ઓલ્ટમેનની કંપનીએ આ નવા મોડલમાં ઘણા મોટા અપગ્રેડ કર્યા છે. તે બે એડવાન્સ વેરિએન્ટ્સ GPT 5.1 ઇન્સ્ટન્ટ અને GPT 5.1 થિંકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ બંને AI ભાષાઓ વધુ નેચરલી, કન્વર્સેશન ઇંગજિંગ અને ઇંપ્રુવ્ડ રીજનિંગ અને ટાસ્ક પર્ફોમન્સથી લેસ છે.
કંપનીએ GPT-5 લોન્ચ થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ આ એડવાન્સ વર્ઝન લોન્ચ કર્યું છે. ChatGPT નું આ નવું સંસ્કરણ Google Gemini, Meta AI અને Grok જેવા AI ટૂલ્સ માટે મુશ્કેલ પડકાર ઉભો કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ AI ટૂલ મનુષ્યોની જેમ જ નેચરલી વ્યવહાર કરશે.
GPT-5.1 શું છે?
GPT-5.1 એક એડવાન્સ લાર્જ લેંગ્વેજ મોડલ છે, જેનો ઉપયોગ કરીને AI ટૂલથી ઇંટરેક્ટ કરી શકાય છે. તેના GPT-5.1 ઇન્સ્ટન્ટને ફાસ્ટ કન્વર્સેશન, રિયલ લાઇફ ડાયલોગ જેવા કાર્યો માટે ડિઝાઇન કરાયેલ છે. બીજી બાજુ GPT-5.1 થિંકિંગને ડીપ કન્વર્સેશન, રીજનિંગ અને જટિલ ટાસ્ક માટે ડિઝાઇન કરાયેલ છે. જોકે બંને ટૂલ્સમાં યુઝર્સના પ્રશ્નોને માણસોની જેમ રિપ્લાય કરવાની ક્ષમતા હશે.
OpenAI એ તેમાં નવા પર્સનાલિટી પ્રીસેટ્સ ઉમેર્યા છે, જેને યુઝર્સ પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરી શકે છે. તેમાં યુઝર્સને આઠ અલગ અલગ મોડ્સમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેમાં ડિફોલ્ટ, પ્રોફેશનલ, ફ્રેન્ડલી, કેન્ડિડ, ક્વિર્કી, એફિશિયન્ટ, નર્ડી અને સાઇનિકલ સામેલ છે. આ બધા મોડ્સ ChatGPT 5.1 ના વિહેવિયરને સેટ કરવા માટે ડિઝાઇન કરાયેલ છે. જેથી યુઝર્સને નેચરલ કન્વર્સેશન ફીલ થઇ શકે. આ સિવાય વધારાના કસ્ટમાઇઝેશન ટૂલ્સ, જેમ કે વામ્થ, બ્રિવિટી અને રિયલ ટાઇમમાં ઇમોજીનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ મળશે, જે પર્સનલ ચેટ જેવો અનુભવ યુઝર્સને આપશે. આ ફિચર બધા જૂના અને નવા ચેટ્સમાં કામ કરશે.
આ પણ વાંચો – કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નોકરી બદલતા જ ઓટોમેટિક ટ્રાન્સફર થશે PF, જાણો શું છે નવો નિયમ
ChatGPT ના પેડ યુઝર્સ GPT-5.1નો ઍક્સેસ પહેલા મળશે
ChatGPT ના પેડ યુઝર્સ જેમ કે Pro, Plus અને Go સિવાય બિઝનેસ પ્લાન વાળા યુઝર્સને GPT-5.1નો ઍક્સેસ પહેલા મળશે. ફ્રી યુઝર્સ માટે આ લેંગ્વેજ પછી રોલઆઉટ કરવામાં આવશે. એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન પ્લાન વાળા યુઝર્સને એક સપ્તાહનો પ્રિવ્યુ વિન્ડો પ્રાપ્ત થશે. આ પછી GPT-5.1 તેમના માટે ડિફોલ્ટ મોડેલ બની જશે. OpenAI નું નવું ભાષા મોડલ આગામી અઠવાડિયામાં તમામ પ્રદેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.





