7000mAh બેટરી વાળા Oppo A6 Pro થી પડદો ઉંચકાયો, 512 જીબી સ્ટોરેજ અને 50MP કેમેરા, જાણો કિંમત

Oppo A6 Pro launched : ઓપ્પોના આ લેટેસ્ટ ફોનમાં 7000mAh ની મોટી બેટરી છે જે 80W સુપર ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. નવા ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સાથે સંબંધિત દરેક વિગતો જાણો

Written by Ashish Goyal
September 09, 2025 18:31 IST
7000mAh બેટરી વાળા Oppo A6 Pro થી પડદો ઉંચકાયો, 512 જીબી સ્ટોરેજ અને 50MP કેમેરા, જાણો કિંમત
ઓપ્પોએ ચીનમાં પોતાનો A6 Series નો A6 Proનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Oppo A6 Pro launched : ઓપ્પોએ ચીનમાં પોતાનો A6 Series નો A6 Proનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓપ્પો એ 5 પ્રોના આ અપગ્રેડેડ વેરિઅન્ટમાં 6.57 ઇંચની મોટી ફુલએચડી + ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7300 પ્રોસેસર, 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફિચર્સ મળે છે.

Oppo A6 Proમાં IP69, IP68 અને IP66 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ્સ છે. ઓપ્પોના આ લેટેસ્ટ ફોનમાં 7000mAh ની મોટી બેટરી છે જે 80W સુપર ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. નવા ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સાથે સંબંધિત દરેક વિગતો જાણો.

ઓપ્પો એ6 પ્રો સ્પેસિફિકેશન્સ

ઓપ્પો એ 6 પ્રોમાં 6.7 ઇંચ (2372 x 1080 પિક્સેલ) ફુલએચડી + 120 હર્ટ્ઝ OLED ડિસ્પ્લે છે જે 1400 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 4nm પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે Mali-G615 MC2 છે. ફોનમાં 8 જીબી /12 જીબી /16 જીબી રેમ સાથે 256 જીબી /512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15.0 સાથે આવે છે.

ઓપ્પોના સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે. હેન્ડસેટમાં એપરચર એફ /1.8 સાથે 50 એમપી પ્રાઇમરી રિઅર કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. આ સ્માર્ટફોનમાં એપરચર એફ/2.2 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર મળે છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 158.16×74.99×7.96 mm અને વજન 190 ગ્રામ છે.

આ પણ વાંચો – TVS અપાચેની 20 વર્ષની ઉજવણી, નવી લિમિટેડ એડિશન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Oppo A6 Pro માં મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી (MIL-STD-810H) છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર અને હાઇ-રેસ ઓડિયો છે. ડિવાઇસને પાવર આપવા માટે મોટી 7000 એમએએચની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, બ્લૂટૂથ 5.4, GPS અને USB Type-C 2.0, NFC જેવા ફીચર્સ છે.

ઓપ્પો એ 6 પ્રો કિંમત

ઓપ્પો એ 6 પ્રો ના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1799 યુઆન (લગભગ 22,235 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1999 યુઆન (લગભગ 24,705 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2199 યુઆન (લગભગ 27,180 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 2499 યુઆન (લગભગ 30,885 રૂપિયા) માં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન બ્લેક ઝેડ, ગોલ્ડ અને બ્લૂ કલરમાં આવે છે.

ઓપ્પો એ 6 પ્રો સ્માર્ટફોન ચીનમાં ઓર્ડર કરવા માટે ઉપલબ્ધ છે અને 12 સપ્ટેમ્બરથી વેચાણ શરુ થશે. આ ફોનને 15 સપ્ટેમ્બરે ભારતમાં ઓપ્પો F 31 નામથી લોન્ચ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ