OPPO Reno14 5G : ઓપ્પોએ ભારતમાં સ્પેશ્યલ દિવાળી એડિશન ફોન લોન્ચ કર્યો, જાણો કિંમત અને ફિચર્સ

OPPO Reno14 5G : ઓપ્પોએ ભારતમાં દિવાળી પહેલા તેનો લેટેસ્ટ સ્પેશ્યલ એડિશન ઓપ્પો રેનો 14 5જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

Written by Ashish Goyal
Updated : September 25, 2025 17:46 IST
OPPO Reno14 5G : ઓપ્પોએ ભારતમાં સ્પેશ્યલ દિવાળી એડિશન ફોન લોન્ચ કર્યો, જાણો કિંમત અને ફિચર્સ
OPPO Reno14 5G : ઓપ્પોએ ભારતમાં દિવાળી પહેલા તેનો લેટેસ્ટ સ્પેશ્યલ એડિશન સ્માર્ટફોન ઓપ્પો રેનો 14 5જી લોન્ચ કર્યો છે.

OPPO Reno14 5G Diwali Edition launched : ઓપ્પોએ ભારતમાં દિવાળી પહેલા તેનો લેટેસ્ટ સ્પેશ્યલ એડિશન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીનું કહેવું છે કે ઓપ્પો રેનો 14 5જી દિવાળી એડિશન હીટ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ ટેક્નોલોજી સાથેનો ભારતનો પ્રથમ હેન્ડસેટ છે. તેમાં GlowShift Technology મળે છે, જે ફોનની બેક પેનલને બોડી ટેમ્પરેચર પર જ ડીપ ફેસ્ટિવ બ્લેકથી રેડિયન્ટ ગોલ્ડમાં બદલી નાખે છે. ઓપ્પો રેનો 14 5જી દિવાળી એડિશનમાં 50 એમપી પ્રાઇમરી રિઅર કેમેરા છે . ચાલો તમને નવા હેન્ડસેટની કિંમત અને ફીચર્સ વિશે જણાવીએ.

ઓપ્પો રેનો14 5જી દિવાળી એડિશન કિંમત

ઓપ્પો રેનો 14 5જી દિવાળી એડિશનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા છે. આ ફોન તમામ મોટા રિટેલ આઉટલેટ્સ, ઓપ્પો ઇ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

લોન્ચ ઓફરની વાત કરીએ તો ઓપ્પોના આ હેન્ડસેટને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર લઈ શકાય છે. આ સિવાય 6 મહિના સુધીની નો-કોસ્ટ ઈએમઆઈ પણ છે. ડિવાઇસ પર 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ છે.

ઓપ્પો રેનો14 દિવાળી એડિશન ફિચર્સ

ઓપ્પો રેનો 14 દિવાળી એડિશનમાં 6.59 ઇંચ (2760 × 1256 પિક્સેલ) 1.5 કે ફ્લેટ ઓએલઇડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ, ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 1200 નિટ્સ સુધીની છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે આવે છે. ઓપ્પોના આ સ્માર્ટફોનમાં 3.35 ગીગાહર્ટ્ઝ સુધી ઓક્ટા-કોર ડાયમેંસિટી 8350 4nm પ્રોસેસર અને Mali-G615 MC6 GPU આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો –  હીરોએ સસ્તી કિંમતમાં નવું સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત, માઇલેજ અને ફિચર્સ

ઓપ્પો રેનો 14 દિવાળી એડિશનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ColorOS 15 સાથે આવે છે. ઓપ્પોના આ હેન્ડસેટમાં OIS અને અપર્ચર એફ /1.8 સાથે 50MP પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ સેન્સર આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં 50MP ફ્રન્ટ કેમેરા છે જે અપર્ચર એફ/2.0 સાથે આવે છે.

ઓપ્પોના આ હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. હેન્ડસેટમાં ઇન્ફ્રારેડ સેન્સર છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ છે. ફોન ડસ્ટ અને વોટર રેજિસ્ટેંટ (IP66 + IP68 + IP69) છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 157.90×74.73x 7.32mm અને વજન 187 ગ્રામ છે.

6000mAhની મોટ બેટરી

ઓપ્પો રેનો 14 ને પાવર આપવા માટે 6000mAhની મોટ બેટરી આપવામાં આવી છે જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 AX, બ્લૂટૂથ 5.4, GPS અને USB Type-C જેવા ફીચર્સ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ