રિયલમીએ લોન્ચ કર્યો યૂનિક ડિઝાઇન વાળો સ્માર્ટફોન, કલર બદલે છે બેક પેનલ, જાણો કિંમત અને ફિચર્સ

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched: રિયલમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી 15 પ્રો 5G ગેમ્સ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન લોન્ચ કર્યો છે. HBO ના Game of Thrones સિરીઝથી પ્રેરિત નવા ફોનમાં કસ્ટમ યુઝર ઇન્ટરફેસ (UI) થીમ છે

Written by Ashish Goyal
October 08, 2025 19:41 IST
રિયલમીએ લોન્ચ કર્યો યૂનિક ડિઝાઇન વાળો સ્માર્ટફોન, કલર બદલે છે બેક પેનલ, જાણો કિંમત અને ફિચર્સ
રિયલમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી 15 પ્રો 5G ગેમ્સ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન લોન્ચ કર્યો

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched: રિયલમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી 15 પ્રો 5G ગેમ્સ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન લોન્ચ કર્યો છે. રિયલમીના આ લિમિટેડ એડિશન વેરિઅન્ટમાં ઓરિજનલ વેરિઅન્ટ જેવા જ ફિચર્સ મળે છે. HBO ના Game of Thrones સિરીઝથી પ્રેરિત નવા ફોનમાં કસ્ટમ યુઝર ઇન્ટરફેસ (UI) થીમ છે. આ Realme 15 Pro 5G Game of Thrones Limited Edition સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.

રિયલમી 15 પ્રો 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનની ભારતમાં કિંમત

Realme 15 Pro 5G ગેમ્સ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનના 12 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા છે. ગ્રાહક બેંક ઓફર સાથે 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ફોન 41,999 રૂપિયામાં લઈ શકાય છે. ડિવાઇસને ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

ગ્રાહકોને ફોન સાથે એક કલેક્ટેબલ પેકેજિંગ મળશે. જેમાં એક Iron Throne ફોન સ્ટેન્ડ, King ની હેન્ડ પિન, Westeros ની મિનિએચર રેપ્લિકા અને Game of Thrones-બ્રાન્ડેડ સ્ટીકર્સ, પોસ્ટકાર્ડ્સ અને એસેસરીઝ પણ મળશે.

Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન ફીચર્સ

Realme 15 Pro 5G ગેમ્સ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશનમાં એક્સક્લૂસિવ બ્લેક અને ગોલ્ડ સ્ટાઇલિંગ મળે છે. ડિવાઇસમાં કેમેરા આઇલેન્ડ પર 3D engraved Dragon Claw બોર્ડર છે. ત્રણેય લેન્સની ચારેય તરફ ડેકોરેટિવ લેન્સ હાજર છે.

હેન્ડસેટમાં એક કલર ચેન્જિંગ લેધર બેક પેનલ આપવામાં આવી છે. સામાન્ય રીતે તે બ્લેક રહે છે, પરંતુ 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ તાપમાન પર ગરમ પાણીમાં આવવા પર ફિયરી રેડ હ્યુ થઈ જાય છે.

આ પણ વાંચો – Hyundai Creta ના દબદબાને પડકારવા આવી રહી છે Nissan Tekton, જાણો ડિઝાઇનથી લઇને લોન્ચ ડેટ

રિયલમીની આ લેટેસ્ટ એડિશનમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લિમિટેડ એડિશન સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ Realme UI 6.0 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 6.8-ઇંચની 1.5K (2,800×1,280 પિક્સેલ) AMOLED સ્ક્રીન આપવામાં આવી છે જે 144Hz સુધીનો રિફ્રેશ રેટ ઓફર કરે છે. ડિસ્પ્લે 2500 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. આ ડિવાઇસમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

હેન્ડસેટમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર

આ હેન્ડસેટમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રિયલમીના આ ફોનમાં 50 મેગાપિક્સલનો Sony IMX896 પ્રાઇમરી રીઅર કેમેરા અને 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે, રિયલમીના આ હેન્ડસેટમાં 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, GPS અને USB Type-C પોર્ટ છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્માર્ટફોનને ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ માટે IP66 + IP68 + IP69 રેટિંગ મળે છે. ફોનમાં 7000mAhની મોટી બેટરી છે જે 80W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ