/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Realme-P4x-Launching-Date.jpg)
Realme P4x ફોન 4 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થશે (તસવીર - સોશિયલ મીડિયા)
Realme P4x Launching Date : Realme એક નવો ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીના આ અપકમિંગ ફોનનું નામ Realme P4x છે. આ ફોન 4 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થશે. લોન્ચ પહેલા ટિપસ્ટર અભિષેક યાદવે ફોનના ત્રણેય વેરિઅન્ટની કિંમત લીક કરીને યુઝર્સની ઉત્સુકતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
ફોનની અંદાજિત કિંમત
ટિપસ્ટરની X-પોસ્ટ અનુસાર 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 15,999 રુપિયા અને 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 17,499 રુપિયા હશે. ટોપ-એન્ડ 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 19,499 રુપિયા હશે.
ફોનના સ્પેસિફિકેશન્સ અંગે ટિપસ્ટરે જણાવ્યું કે તે MediaTek Dimensity 7400 Ultra ચિપસેટ દ્વારા સંચાલિત હશે. ફોનમાં 6.72-ઇંચ ફુલ HD+ LCD પેનલ હશે. આ ડિસ્પ્લે 144Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.
7000mAh બેટરી હશે
ફોટોગ્રાફી માટે ફોનમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. તેમાં 50 મેગાપિક્સલના મુખ્ય લેન્સ સાથે એક 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર સામેલ હશે. સેલ્ફી માટે તમને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનની બેટરી 7000mAh હશે, જે 45 વોટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે.
આ પણ વાંચો - એમેઝોન સેલમાં ફક્ત 7,999 રુપિયામાં ખરીદો દમદાર 5G સ્માર્ટફોન, જુઓ બેસ્ટ ડીલ્સ
Realme એ હાલમાં જ C85 લોન્ચ કર્યો
Realme એ 28 નવેમ્બરે ભારતમાં C85 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોન 6 જીબી સુધીની RAM અને 128 GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજના વિકલ્પોમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 15,499 રુપિયા છે. ફોનમાં 6.8 ઇંચની HD+ ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ અને 1200 નિટ્સના પીક બ્રાઇટનેસ લેવલને સપોર્ટ કરે છે. કંપની પ્રોસેસર તરીકે ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપી રહી છે. ફોનમાં તમને 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us