Redmi 15R 5G Launched: રેડમીએ બુધવારે તેનો નવો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Redmi 15R 5G એ કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે. જે 6000mAhની મોટી બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ સાથે આવે છે, જે 12 જીબી રેમ સુધી છે. આ નવા રેડમી ફોનમાં 256 જીબી સુધીની સ્ટોરેજનો વિકલ્પ છે. IP64 રેટિંગ સાથે આવનાર આ ફોન ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ છે. રેડમી 15R 5G ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.
રેડમી 15આર 5G ની કિંમત
રેડમી 15 આર 5 જીના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099 યુઆન (લગભગ 13,000 રૂપિયા) છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,599 યુઆન (લગભગ 19,000 રૂપિયા) છે. આ સિવાય 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1,599 યુઆનમાં (લગભગ 19,000 રૂપિયા), 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1,899 યુઆનમાં (લગભગ 25,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,299 યુઆન (લગભગ 28,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે.
નવો સ્માર્ટફોન ચીનમાં ક્લાઉડી વ્હાઇટ, લાઇમ ગ્રીન, શેડો બ્લેક અને ટ્વિઇલાઇટ પર્પલ રંગોમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
રેડમી 15આર 5G સ્પેસિફિકેશન્સ
રેડમી 15 આર 5 જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ HyperOS 2 ઇન્ટરફેસ સાથે આવે છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે. નવા રેડમી 15 આર 5 જીમાં રિઝોલ્યુશન (720×1600 પિક્સેલ્સ) સાથે 6.9 ઇંચની ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 810 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લેમાં બ્લબ લાઇટ એમેશિન માટે TUV Rheinland સર્ટિફિકેટ મળે છે.
આ પણ વાંચો – Oppo F31 Pro+ 5G સ્માર્ટફોન લોન્ચ, તેમાં છે 7000mAh મોટી બેટરી અને 50MP કેમેરા, જાણા કિંમત
રેડમી 15 આર 5G માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ છે. ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
આ રેડમી ફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 171.56×79.47×7.99 mm અને તેનું વજન 205 ગ્રામ છે.
કનેક્ટિવિટી માટે રેડમી 15 આર 5G માં 5G, વાઇ-ફાઇ 802.11 a/b/g/n/a, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ છે. ફોનમાં એક્સિલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, વર્ચ્યુઅલ ડિસ્ટન્સ સેન્સર અને વાઇબ્રેશન મોટર મળે છે. આ ફોન IP64 રેટિંગ સાથે આવે છે અને તે ડેસ્ટ અને વોટર રેજિસ્ટેંસ છે.





