/indian-express-gujarati/media/media_files/2026/01/13/samsung-galaxy-a07-5g-2026-01-13-23-20-27.jpg)
Samsung Galaxy A07 5G Launched : સેમસંગે A-Series નો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો
Samsung Galaxy A07 5G Launched : સેમસંગે થાઇલેન્ડમાં તેની A-Series નો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી A07 5G કંપનીનો નવો હેન્ડસેટ છે. ગેલેક્સી A07 ના 4G વેરિઅન્ટને ઓક્ટોબર 2025 માં ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. સેમસંગ ગેલેક્સી A07 5G માં 128 જીબી સ્ટોરેજ, મોટી 6.7 ઇંચની ડિસ્પ્લે અને મોટી 6000mAh ની બેટરી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. જાણો આ નવા સેમસંગ ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી.
સેમસંગ ગેલેક્સી A07 5G કિંમત
સેમસંગ ગેલેક્સી A07 5G સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,499 ટીએચબી (લગભગ 15,800 રૂપિયા) છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 5,999 ટીએચબી (લગભગ 17,200 રૂપિયા) છે. ફોનને બ્લેક અને લાઇટ વોયલેટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કંપનીની વેબસાઇટ પર લિસ્ટેડ ઘણા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી A07 5G ફીચર્સ
સેમસંગ ગેલેક્સી A07 5G માં 6.7-ઇંચની એચડી + (720×1,600 પિક્સેલ્સ) PLS LCD સ્ક્રીન આપવામાં આવી છે જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્સ છે. સ્ક્રીન 800 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. સ્ક્રીન પર વોટર ડ્રોપ-સ્ટાઇલ ડિસ્પ્લે નોચ છે જેના પર સેલ્ફી કેમેરા છે. ફોનમાં ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે.
આ સ્માર્ટફોનમાં 6nm ઓક્ટા-કો ચિપસેટ આપવામાં આવ્યું છે. સેમસંગના હેન્ડસેટમાં 6 જીબી રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. લિસ્ટિંગ અનુસાર માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને વધારીને 2 ટીબી કરી શકાય છે.
ગેલેક્સી A07 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેસ્ડ સેમસંગના One UI 8.0 સાથે આવે છે. સાઉથ કોરિયન ટેક કંપનીએ પુષ્ટિ કરી છે કે હેન્ડસેટમાં 6 મોટા એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ્સ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી પેચ મળશે.
આ પણ વાંચો - ટાટાની નવી પંચ SUV લોન્ચ, 5 સ્ટાર સેફ્ટી સાથે દમદાર ફિચર્સ, જાણો કિંમત અને અન્ય માહિતી
ફોટોગ્રાફીની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A07 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
6,000 mAh મોટી બેટરી
સેમસંગ ગેલેક્સી A07 5G ને પાવર આપવા માટે 6,000 mAh મોટી બેટરી આપવામાં આવી છે જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3 અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનને ડસ્ટ અને સ્પ્લેશ રેટિંગ્સ માટે IP54 રેટિંગ મળે છે.
ડિવાઇસમાં જમણી બાજુ પાવર અને વોલ્યુમ બટન છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ સ્માર્ટફોનનું ડાઇમેંશન 167.4×77.4×8.2mm છે અને તેનું વજન 199 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us