Samsung Galaxy A07, Galaxy F07, Galaxy M07 4G launched : સેમસંગે ભારતમાં પોતાના નવા સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Samsung Galaxy A07, Galaxy F07 અને Galaxy M07 4G દક્ષિણ કોરિયન કંપનીના નવા હેન્ડસેટ છે. આ ફોન દેશમાં 5000mAh ની મોટી બેટરી, 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા અને 6.7 ઇંચની મોટી એચડી એલસીડી સ્ક્રીન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કંપનીએ ગેલેક્સી એ 07, ગેલેક્સી એફ 07 અને ગેલેક્સી એમ 07 સ્માર્ટફોન ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. નવા સેમસંગ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.
Samsung Galaxy A07, Galaxy F07, Galaxy M07 4G કિંમત
સેમસંગ ગેલેક્સી એ 07 4જી ની કિંમત ભારતમાં 8,999 રૂપિયા છે. આ હેન્ડસેટ દેશમાં બ્લેક, ગ્રીન અને લાઇટ વાયોલેટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસને સેમસંગ ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી એફ07 ની કિંમત 7,699 રૂપિયા છે. આ ફોન સિંગલ ગ્રીન કલરમાં આવે છે. આ હેન્ડસેટને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. જ્યારે ગેલેક્સી M07 4G ને 6,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એમેઝોન-એક્સક્લુઝિવ છે અને બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. સેમસંગનો ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં આવે છે.
Samsung Galaxy A07, Galaxy F07, Galaxy M07 4G ફિચર્સ
આ બધા નવા સેમસંગ સ્માર્ટફોનમાં એક જેવા નવા ફીચર્સ અને સ્પેસિફિકેશન મળે છે. ગેલેક્સી એ 07 માં 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ એચડી + (720 x 1,600 પિક્સેલ) પીએલએસ એલસીડી સ્ક્રીન છે. આ સ્માર્ટફોન IP54 રેટિંગ સાથે આવે છે એટલે કે ધૂળ અને પાણીના ટીપાંથી નુકસાન થશે નહીં. આ ડિવાઇસનું ડાઇમેંશન 167.4 x 77.4 x 7.6mm છે અને તેનું વજન 184 ગ્રામ છે.
ગેલેક્સી એ 07, ગેલેક્સી એફ 07 અને ગેલેક્સી એમ 07 4G સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિયો G99 ચિપસેટ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 2TB સુધી વધારી શકાય છે. સેમસંગનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ One UI 7 સાથે આવે છે. સ્માર્ટફોન 6 મોટા OS અપગ્રેડ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી પેચનું વચન આપે છે.
આ પણ વાંચો – ઇન્ડિયન સ્માર્ટફોન લોન્ચ પહેલા ઓનલાઇન લિસ્ટ થયો, ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સ
કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી એ 07, ગેલેક્સી એફ 07 અને ગેલેક્સી એમ 07 4જી સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સિસ્ટમ છે. આ હેન્ડસેટમાં એપરચર એફ /1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને એપર્ચર એફ /2.4 સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફોનમાં ફ્રન્ટ પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સેમસંગ હેન્ડસેટમાં 4જી LTE, બ્લૂટૂથ 5.3, વાઇ-ફાઇ 5, વાઇ-ફાઇ ડાયરેક્ટ, જીપીએસ, 3.5mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. આ સેમસંગ ફોનને પાવર આપવા માટે એક મોટી 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.