Samsung Galaxy A17 5G launched : સેમસંગ ગેલેક્સી A17 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ પસંદગીના વૈશ્વિક બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ભારતીય વેરિએન્ટ પણ ગ્લોબલ મોડલ જેવું જ છે. Galaxy A17 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે.
સેમસંગનો આ ફોન ગૂગલના જેમિની એઆઇ આસિસ્ટન્ટ સાથે આવે છે અને તેમાં સર્કલ ટુ સર્ચ ફીચર પણ છે. આ ફોનમાં 6 વર્ષ માટે ઓએસ અપડેટ્સ મળવાનું વાયદો છે.
ભારતમાં સેમસંગ ગેલેક્સી A17 5G કિંમત
સેમસંગ ગેલેક્સી A17 5G સ્માર્ટફોનના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ વાળા બેઝ મોડલની કિંમત 18,999 રૂપિયા છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલ 20,499 રૂપિયામાં અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 23,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને કંપનીની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે.
આ હેન્ડસેટને બ્લેક, બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન સેમસંગ ઇન્ડિયાના ઇ-સ્ટોર, એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. સેમસંગની વેબસાઇટ પર એસબીઆઇ અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શનને 1000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર લઇ શકાય છે.
આ પણ વાંચો – ટીવીએસે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, 158 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ
સેમસંગ ગેલેક્સી A17 5G ફીચર્સ
સેમસંગ ગેલેક્સી એ 17 5જી સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6.7 ઇંચની ફુલએચડી+ (1,080×2,340 પિક્સલ) Infinity-U Super AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે.
સેમસંગના આ ફોનમાં ઇન-હાઉસ Exynos 1330 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ One UI 7 સાથે આવે છે. ફોનમાં 6 વર્ષ સુધી OS અપગ્રેડ અને સુરક્ષા અપડેટ્સનો વાયદો કર્યો છે. આ ફોનમાં ગૂગલના Gemini અને Circle to Search જેવા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે.